અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને થયો કોરોના - માસ્કને લઈને હંમેશા નેગેટિવ રહેનારા ટ્ર્મ્પ થયા પોઝિટિવ, ચૂંટણી પ્રચાર પર પડી શકે છે અસર
શુક્રવાર, 2 ઑક્ટોબર 2020 (12:29 IST)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્ર્મ્પ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. બંનેને ક્વોરેંટાઈન કરવામાં આવ્યા છે. ગુરૂવારે ટ્ર્મ્પની સીનિયર એડવાઈઝર હોપ હિક્સ સંક્રમિત થઈ હતી. થોડા દિવસ પહેલા તેમણે રાષ્ટ્રપતિ સાથે ઘણી યાત્રાઓ કરી હતી. આ પછી રાષ્ટ્રપતિ અને તેમની પત્નીન પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો શુક્રવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી પ્રેસિડેશિયલ ડિબેટના 13 દિવસ પછી (15 ઓક્ટોબર) છે. ટ્રમ્પ માટે હવે આમાં ભાગ લેવો ખૂબ મુશ્કેલ થઈ જશે. ટ્રમ્પ મોટાભાગના પ્રસંગોમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા નથી. ઘણી વખત તેની મજાક પણ કરી હતી. તાજેતરમાં જ વ્હાઇટ હાઉસની એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું હતું કે - હું મારા સલાહકાર સાથે સંમત નથી કે રસી કરતા વધુ મહત્વ માસ્કનુ છે.
Tonight, @FLOTUS and I tested positive for COVID-19. We will begin our quarantine and recovery process immediately. We will get through this TOGETHER!
હોપ હિક્સના પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે ખુદને ક્વોરોંટાઈન કરી લીધા હતા. દિવસે વ્હાઇટ હાઉસના સલાહકાર હોમ હિક્સ કોરોના પોઝિટિવ બન્યા. જે બાદ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પની કોરોના ટેસ્ટ કરાવ્યો. જેમાં તેઓ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. આનાથી તેમના ચૂંટણી પ્રચારમાં અવરોધ આવી શકે છે. અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી છે.
અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યુ.એસ. ની ચૂંટણી પહેલા ડોનાલ્ડ અને બિડેન વચ્ચે ત્રણ વખત દલીલ થશે. . 29 સપ્ટેમ્બરના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચેની પ્રથમ ચર્ચા થઈ હતી, જેનું સંચાલન 'ફોક્સ ન્યૂઝ' ના પ્રખ્યાત એન્કર ક્રિસ વાલાસ દ્વારા કરવામાં આવ્યું હતુ. બીજો આમનો સામનો હવે 15 ઓક્ટોબરે અને ત્યારબાદ ત્રીજી ચર્ચા 20 ઓક્ટોબરે થશે. ડોનાલ્ડ ટ્રમ્પ 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે, તે કહી શકાય નહી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તેમની ચૂંટણી શિબિર પર ચોક્કસ અસર થશે.
આ ઉપરાંત, યુ.એસ.માં કોરોના વાયરસનો સામનો કરવાને લઈને ટ્રમ્પ વહીવટીતંત્ર પર વિરોધી લોકો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને લઈને જે પગલા લીધા છે તેને લઈને જો બાઈડેન સહિત ઘણા લોકોએ ટીકા કરી છે. પહેલી ચર્ચામાં જ જો બાઈડેને કોરોનાને લઈને જ જ હુમલો કર્યો. પહેલી ચર્ચા દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેનના માસ્ક પહેરવાના લઈને પણ મજાક ઉડાવી હતી.
તેના જવાબમાં, જો બાઈડેન કહ્યું કે તેમના સીડીસીના પ્રમુખે કહ્યું કે જો દરેક હાલ અને જાન્યુઆરી દરમિયાન માસ્ક પહેરતા અને સામાજિક અંતરને અનુસરતા તો સંભવત આપણે 100,000 લોકોનો જીવ બચાવ્યો હોત. આ મહત્વનું છે. આ અગાઉ પણ ટ્રમ્પે માસ્ક પહેરવાને લઈને જો બિઈડેનની મજાક ઉડાવી હતી. ટ્રમ્પે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ બાઈડેન વિશે કહ્યું હતું કે "શું તમે ક્યારેય કોઈ એવો વ્યક્તિને જોયો છે જેને માસ્ક પોતાના જેટલો જ ગમે છે?" તેણે કહ્યું, 'તેઓએ તેને (કાન પર) લટકાવી રાખ્યો છે કારણ કે એ તેમને સુરક્ષિત અનુભવ કરાવી રહ્યો હતો, જો હું મનોચિકિત્સક હોત, તો હું ચોક્કસ કહેતો કે , "આ વ્યક્તિને કોઈ મોટી સમસ્યા છે.
બાઈડેને ટ્રમ્પને કોરોના વાયરસનો સામનો કરવાને માટે નિશાન સાધતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ કોવિડ -19 કેસમાં અમેરિકાને ખોટુ કહ્યુ છે ટ્રમ્પની પાસે કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાને લઈને કોઈ યોજનાઓ નથી. હાલમાં, કોરોના વાયરસના કેસો અને મૃત્યુના કેસોમાં અમેરિકા વિશ્વભરમાં પ્રથમ ક્રમે છે.