કોરોના વાયરસ મગજને પણ પહોંચાડી શકે છે નુકશાન ?

બુધવાર, 29 એપ્રિલ 2020 (18:01 IST)
આજે જ્યારે કોરોનાવાયસે આખી દુનિયાને પોતાની ચપેટમાં લીધુ છે તેથી  વૈજ્ઞાનિકો તેના દરેક પાસા પર સંશોધન કરી રહ્યા છે. શ્વસનતંત્ર પર હુમલો કરનારા આ વાયરસને કારણે વિશ્વભરમાં મૃત્યુની સંખ્યા લાખો પર પહોંચી ગઈ છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલા શરીરના વિવિધ ભાગો પર આ પાયમાલની અસર અંગે વૈજ્ઞાનિકો સંશોધન પણ કરી રહ્યા છે તાજેતરમાં, ચીને કોરોનાની મગજ પર અસરનો અભ્યાસ કર્યો છે. તે પણ જોયું કે કોરોના નર્વસ સિસ્ટમ પર કેવી અસર કરી રહી છે. ચાલો આપણે જાણીએ કે આ અભ્યાસ અહેવાલમાં શું બહાર આવ્યું છે. શું ખરેખર કોરોના માનવ મન અને નર્વસ સિસ્ટમ પર હુમલો કરી રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે SARS-CoV-2 થી સંક્રમિત લોકો દ્વારા અનુભવ કરવામાં લક્ષણોનુ આખુ સ્પેક્ટ્રમ હજુ સુધી તૈયાર થઈ શક્યુ નથી. પણ તાજેતરમાં થયેલ શોધે COVID-19 રોગીઓમાં જોવામાં આવેલ ન્યુરોજીકલ લક્ષણો વિશે અભ્યાસ કર્યો છે. જએમા જોવા મળ્યુ છે કે કેવી રીતે કોરોનાએ દર્દીઓમાં નર્વસ સિસ્ટમમાં ગડબડીથી થનારી બીમારીના લક્ષણ આપ્યા હતા 
આ અભ્યાસ વુહાનમાં હોસ્પિટલમાં દાખલ COVID-19 દર્દીઓ પર કરવામાં આવ્યો છે. સંશોધનકારોએ તપાસમાં રોગના ન્યુરોલોજીકલ પરિવર્તન તરફ ધ્યાન આપ્યું છે. સંશોધનકારોના આ તારણો ચીનના પ્રખ્યાત ન્યુરોલોજી જર્નલ JAMAમાં પણ પ્રકાશિત થયા છે.  ઉલ્લેખનીય છે કે શોધકર્તાઓએ દર્દીમાં ચોક્કસ પ્રમાણમાં કોવિડ 19 ના ન્યુરોલોજીકલ લક્ષણો શોધી કાઢ્યા છે.
 
શોધકર્તાઓએ 16 જાન્યુઆરી 2020 થી 19 ફેબ્રુઆરી 2020 સુધીના કોરોના દર્દીઓનો અભ્યાસ કર્યો છે. તેમાં શોધકર્તાઓએ  શોધી કાઢયુ છે કે તેમાંથી 36.4 ટકા થી વધુ દર્દીઓમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો તાવ-ઉધરસ કરતા વધુ  ન્યુરોલોજિક લક્ષણો હતા, આ લક્ષણો સામાન્ય રીતે ગંભીર સંક્રમણવાળા દર્દીઓમાં વધુ જોવા મળે છે.
 
સંશોધનકારોએ આ લક્ષણોને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કર્યા છે. તેની સૌ પ્રથમ અસર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર થઈ જેમાં લક્ષણ તરીકે, ચક્કર આવવા, 
માથાનો દુખાવો, ચેતનાનુ  સ્તર ઘટવુ, તીવ્ર મગજનો રોગ, એટોક્સિયા (શરીરની આખી પ્રવૃત્તિ પર મનનું નિયંત્રણ ગુમાવવાના લક્ષણો)ઉપરાંત તાણ આવવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
 
આ સિવાય બીજી કેટેગરીમાં પેરિફેરલ નર્વસ સિસ્ટમ જોવા મળી હતી. આમાં દર્દીમાં સ્વાદ જતો રહેવો. ગંધની ખોટ, દ્રષ્ટિની ખોટ અને નર્વસ પેઈન શામેલ છે.
અને ત્રીજી કેટેગરીમાં, સ્કેલેટર મસ્કુલર ઈંજરીનો અભ્યાસ કરવામાં આવ્યો.  જેમા સ્પષ્ટ રીતે જોવામાં આવ્યું હતું કે ગંભીર ચેપના કિસ્સાઓમાં, કોરોના
માનવ મનને પણ અસર કરી શકે છે.
 
સંશોધનકારોએ 214 દર્દીઓનો અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં, 126 ને ગંભીર ચેપ લાગ્યો નહોતો, જ્યારે 88 દર્દીઓમાં ગંભીર ચેપ લાગ્યો હતો, આ અભ્યાસમાં જોવા મળ્યુ કે તેમાથી કુલ 78 દર્દીઓમાં કોવિડ 19 ની અસરથી ન્યુરોલોજીકલ ફેરફારો જોવા મળ્યા. 
 
તેમા ધ્યાન આપવાની વાત એ છે કે તેમા નૉન સીવિયર કેસોની તુલનામાં આ અસર ગંભીર મામલાઓમાં વધુ જોવા મળી. આ રોગીઓમાં જોવા મળ્યુ કે કોરોનાના શરદી તાવના વિશિષ્ટ લક્ષણોથી વધુ તેમની અંદર હાઈ બીપી વગેરેના લક્ષણો જોવા મળ્યા. તેમની અંદર નર્વ સિસ્ટમ સાથે જોડાયેલા જેવા તીવ્ર  મસતિષ્કવાહિકીય રોગ, ચેતના સ્તરની કમી અને સ્કેલ્ટ મસલ્સમાં ઘા ની શક્યતા જોવા મળી. 
 
આને ધ્યાનમાં રાખીને, સંશોધનકારોએ સૂચવ્યું કે COVID-19 વાળા દર્દીઓમાં તેમના ન્યુરોલોજીકલ અભિવ્યક્તિઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.  ખાસ કરીને ગંભીર ચેપવાળા દર્દીઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. મતલબ જો રોગીમાં તાવ-ખાંસીને બદલે હાઈ બીપી કે પછી ઉપર મુજબના કોઈ લક્ષણ દેખાય તો પણ તેનુ  કોરોના વાયરસ ચેકઅપ કરાવવું જ જોઇએ. કારણ કે આ લક્ષણો ચીનમાં ગંભીર દર્દીઓમાં જોવા મળ્યા છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર