ધન્ય છે આ મા-દીકરીને ! પુત્ર માનસિક અને શારીરિક રીતે વિકલાંગ હોવા છતાં સ્વસ્થ ચિત્તે અદા કરે છે ફરજ

બુધવાર, 13 મે 2020 (14:49 IST)
''આંતરરાષ્ટ્રીય નર્સીસ ડૅ (આઇએનડી)'', પ્રતિવર્ષ 12મી મેનો દિવસ આજીવન સેવાકાર્યોમાં વિતાવનાર અગ્રણી મહિલા ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ તરીકે ઉજવાય છે. આગામી આખું સપ્તાહ નર્સીંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવનાર છે તે વેળા હાલની કોરોનાની પરિસ્થિતિમાં ફ્રન્ટલાઈન વર્કર તરીકે નર્સિંગ સ્ટાફની કામગરી અને તેમના પ્રત્યનો આદરભાવ બેવડાય તે સ્વાભાવિક છે. 
 
સંવેદનશીલ તથા કાળજીપૂર્વકનો મીઠો વ્યવહાર કરતી વ્યક્તિ તરીકેનું નર્સનું નિરૂપણ હંમેશાથી થતું આવ્યું છે. અપ્રતિમ સેવા થકી સંખ્યાબંધ લોકોને સજા થવામાં મદદરૂપ થનારી નર્સ માતા-પુત્રીની આજે વાત કરવી છે. બંને માતા-પુત્રી કોરોના વૉરિયર્સ તરીકે આણંદ જનરલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.  આ બંને અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ દર્દીઓને સારવાર અને હૂંફ આપી સાજા થવામાં મદદ કરી છે. 
 
માતા મીના બેન વાળંદ આરોગ્ય વિભાગમાં છેલ્લા ત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા છે અને હજારો દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે. હાલ તેમની દીકરી મીરા રોનક શર્મા પણ આણંદ જનરલ હોસ્પિટલ આણંદ ખાતે નર્સ અને સેવા આપી રહી છે. માતા દીકરી બંન્ને કોરોના વાઇરસ ની મહામારી માં જ એક જ સ્થળે સેવામાં ભેગા થયા અને હાલ કામ કરી રહ્યા છે એવું કદાચ પહેલી વાર બની રહ્યું છે.  બન્ને આઇ શો લેશન વોર્ડ માં સેવા આપી રહ્યા છે.
 
મીનાબેનનો પુત્ર શારીરિક, માનસિક રીતે અસક્ષમ હોવા છતાં ઘરે તેને પતિની દેખરેખમાં મૂકીએ મીનાબેન સતત ફરજ ઉપર નિષ્ઠાથી સેવા આપી રહ્યાં છે. આણંદ જનરલ હોસ્પિટલમાંથી કોરોના વાઇરસ ગ્રસ્ત ઘણા દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘર ગયા છે તેનો માતા-દીકરી અને સમગ્ર હોસ્પિટલના તબીબો, અને કર્મચારીને આનંદ ઉત્સાહ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર