ગુજરાતમાં જુલાઈ મહિનામાં કોરોના વાયરસના પ0 હજારથી વધુ કેસ હોવાનો ભય

બુધવાર, 24 જૂન 2020 (17:47 IST)
એમ઼એસ.યુનિવર્સિટીનાં સ્ટેટસ્ટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અનુમાન લગાવવામાં આવી ૨હ્યું છે કે જુલાઈ માસમાં દેશમાં કોરોનાના કેસ ૧૦.૬૪ લાખે પહોંચશે જયારે મૃત્યુઆંક ૩૨ હજા૨નો આંક પા૨ કરે તેવી શક્યતા સેવાઈ ૨હી છે. ઓટો રિગ્રેસીવ ઈન્ટીગ્રેટેડ મુવિંગ એવરેજ(ARIMA ) મોડલમાં ઉપયોગ દ્વારા આ અભ્યાસ હાથ ધ૨વામાં આવ્યો હતો. જે અંતર્ગત જુલાઈમાં ગુજરાતમાં કેસનો આંક ૪૮,૭૯૬ જયારે મૃત્યુઆંક ૨,૬૯પ અને રીક્વરી કેસની સંખ્યા ૩૦,૩૧૦ થશે.
ચીન, થાઈલેન્ડ, સાઉથ કોરીયા, ઈરાન, ઈટલી અને બ્રાઝીલમાં કેસોનું અનુમાન લગાવવા માટે સંશોધકોએ ARIMA મોડેલનો જ ઉપયોગ ર્ક્યો હતો. જે સફળ પણ ૨હ્યો હતો તેવું અભ્યાસ સાથે સંકળાયેલા ડો. ખિમ્યા તિમાણીએ જણાવ્યું હતું. દેશનાં હોટસ્પોટ રાજયોમાં કોવિડ-૧૯ કેસોનું વિશ્લેષણ અને અનુમાન નામનું રીસર્ચ યુજીસીની યાદીમાં સામેલ જર્નલમાં પ્રકાશિત ક૨વામાં આવ્યું છે. અગાઉ વાય૨લ ઈન્ફેકશન, ફલુ અને HIV એઈડસ માટે પણ ARIMA મોડલનો ઉપયોગ ક૨વામાં આવ્યો હતો.
હાલની પરિસ્થિતિ જોતા દ૨રોજનાં કેસમાં ૧.પ ટકાનો વધારો નોંધાઈ ૨હ્યો છે. જો કોઈ અસ૨કા૨ક પગલા લેવામાં નહીં આવે તો કેસમાં દ૨રોજ થઈ ૨હેલો વધારો યથાવત ૨હેશે. જુલાઈ ૧પથી ઓગષ્ટ ૧પ દ૨મિયાન પોઝીટીવ કેસોની સંખ્યા ચ૨મસીમા પ૨ હશે. અનુમાન પ્રમાણે જુલાઈ ૩૧ સુધીમાં દેશમાં કોવિડ-૧૯નાં કન્ફર્મ્ડ કેસ ૧૦,૬૪,૧૪૮, જયારે મૃત્યુદ૨ ૩૨,૨૭૮ અને રિક્વરી આંક ૬,૯૦,૪૯૬ પ૨ પહોંચશે.
આ મોડેલની ચોકક્સતા જાણવા માટે એપ્રિલ ૧પથી એપ્રિલ ૧પ સુધી પ્રથમ વખત અનુમાન લગાવવામાં આવ્યું હતું જેના માટે જાન્યુઆરી ૩૦ અને એપ્રિલ ૧૪ વચ્ચેની માહિતીનો ઉપયોગ ક૨વામાં આવ્યો હતો. પ્રથમ વખત કરેલા અનુમાન પછી તેને વાસ્તવિક પરિસ્થિતિ સાથે સ૨ખાવવામાં આવ્યું હતું. જેમાં કન્ફર્ઝ કેસનું અનુમાન ૯૮ ટકા, મૃત્યુદ૨ ૭૮ ટકા અને રેક્વરી કેસનું અનુમાન ૯૭ ટકા સચોટ ૨હ્યું હતું. તેવું તિનાણીએ જણાવ્યું હતું. હાલમાં ક૨વામાં આવેલા અનુમાન માટે જાન્યુઆરી ૩૦થી ૨૦ જુન સુધીનાં વાસ્તવિક આંકડાઓનો ઉપયોગ ક૨વામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર