રાજ્ય સરકારના કર્મચારીઓનો આ મહિનાનો પગાર મોડા થવાનો ભય
ગુરુવાર, 28 મે 2020 (17:11 IST)
કોરોના મહામારીને કારણે ગુજરાતમાં નાણાકીય સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓનો આ મહિનાનો પગાર મોડા થવાનો ભય છે. તેની સાથે રાજ્યના કર્મચારીઓનું જુલાઈથી બાકી મોંઘવારી ભથ્થું બાકી છે પણ અટકી જાય તેવી શક્યતા છે,. ગયા મહિને ગુજરાતના 5.50 લાખથી વધુ કર્મચારીઓને પૂરો પગાર સમયસર આપવામાં આવ્યો હતો, પરંતુ આ મહિને સરકારની આવક હજુ બંધ જેવી સ્થિતિ છે. તેવામાં નાણાંકીય કટોકટી સર્જાવાની સંભાવના છે. કેન્દ્ર દ્વારા જાહેર થયેલા ગત જુલાઈ-ડિસેમ્બર- ક્વોટાના 4% મોંઘવારી ભથ્થાનો પણ અમલ થયો નથી અને હવે કેન્દ્રએ કોરોનાના કારણે ચાલુ વર્ષે જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધીના મોંઘવારી ભથ્થા સ્થગિત કર્યા છે. તેથી કેન્દ્રનું મોંઘવારી ભથ્થું જાહેર થશે નહીં જેના કારણે રાજ્યના કર્મચારીઓને પણ હવે દોઢ વર્ષ મોંઘવારી ભથ્થાનો નવો વધારો પણ મળશે નહીં તેવા સંકેત છે. આમ રાજ્યના કર્મચારીઓનો બે વર્ષનો મોંઘવારી ભથ્થા વધારો અટકશે. ગુજરાત સરકારે આ અંગે મૌન સેવી લેતા કર્મચારી સંગઠનો અકળાય છે,