કોરોનાનો હાહાકારઃ અમદાવાદમાં 274, ભાવનગરમાં એક સાથે 17 કેસ નોંધાયા

સોમવાર, 4 મે 2020 (13:46 IST)
રાજ્યમાં સતત પાંચમા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં નવા ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કલોલ નજીકના વડસર એરફોર્સ સ્ટેશનમાં એક જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  ભાવનગરમાં એકસાથે નવા 17 કેસ  સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5449 થઇ છે, જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 290 પહોંચ્યો છે અને  કુલ 1042 દર્દીઓ સાથા થઇ ઘરે પરત ફર્યા છે. નોંધનીય છેકે, આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે, 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સતત પાંચમાં દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજથી ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટો સાથે લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થશે.  ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ(GCRI)ના ડાયરેક્ટર ડૉ.શશાંક પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટાફના 8થી વધુ સભ્યો કોરોના પોઝિટિવ હોવા છતાં તેમના માટે દવાઓ કે પલંગની વ્યવસ્થા ન કરી હોવાથી શશાંક પંડ્યાને સસ્પેન્ડ કર્યાં છે.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો  અને  લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં. આ નિર્ણયને પગલે  અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં કોઇ છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં લોકડાઉનનો કડક અમલ કરાશે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે.  આ નિર્ણય અંતર્ગત  ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન-ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે. ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં કેબ અને ટેક્સી સેવાઓ ડ્રાઈવર વત્તા બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે. ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ.ટી.ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ શકશે તેમજ ગ્રીન ઝોન વિસ્તારો પૂરતા  આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર