જે કોઈ દાન આપે તે સિધાઈથી સાત દાન આપે. જે કોઈ દયા કરે તે હશી-ખુશીની સાથે દયા કરે. પ્રેમમાં કોઈ કષ્ટ ન થવું જોઈએ. બુરાઈથી ધૃણા કરવી જોઈએ. એકબીજાની સાથે ભાઈચારાનો પ્રેમ કરવો જોઈએ. એકબીજાનો આદર કરવામાં હોડ કરવી જોઈએ. પ્રયત્ન કરવામાં આળસ ન કરવી જોઈએ. આશામાં પ્રસન્ન રહો. દુ:ખમાં સ્થિર રહો. સજ્જનોની સહાયતા કરો. અતિથિયોની સેવા કરો. હેરાન કરનારને આશીર્વાદ આપો. હસનારની સાથે હસો અને રડનારાઓની સાથે રડો. ખરાબને બદલે ખરાબ ન કરો. સારા કામ કરો અને બધાની સાથે મેળ રાખો. કોઈથી પણ બદલો ન લેશો. તમારો શત્રુ ભુખ્યો હોય તો તેને જમાડો. તરસ્યો હોય તો પાણી પીવડાવો. બુરાઈને પોતાની પર હાવી ન થવા દો. ભલાઈથી બુરાઈને જીતો.