ઈસુ અને સિમોન

W.D
એક દિવસ ઈસુ ગેનેસરેતના તળાવની પાસે હતાં. લોકો તેમનું પ્રવચન સાંભળવા માટે પડાપડી કરી રહ્યાં હતાં. તે વખતે તેમણે તળાવને કિનારે ઉભેલી બે નાવને જોઈ. માછીમારી તે વખતે નાવ પરથી ઉતરીને પોતાની ઝાળ ધોઈ રહ્યાં હતાં. ઈસુ સિમોનની નાવ પર સવાર થયાં અને તેને કિનારેથી થોડાક દૂર લઈ જવા માટે કહ્યું. ત્યાર બાદ તેઓ નાવ પર બેસીને જનતાને ઉપદેશ આપી રહ્યાં હતાં. ઉપદેશ સમાપ્ત કર્યા બાદ તેમણે સિમોનને કહ્યું કે નાવને ઉંડા પાણીમાં લઈ જાવ અને માછલીઓ પકડવા માટે પોતાની ઝાળ પાથર. સિમોને જવાબ આપ્યો ગુરૂવર! આખી રાત સુધી મહેનત કરવા છતાં પણ અમને કંઈ જ મળતું નથી. પરંતુ તમારા કહેવા પર હું ઝાળ પાથરીશ. આવું કરવાથી ઘણી બધી માછલીઓ પકડાઈ ગઈ અને ઝાળ ફાટવા લાગી.

તેણે બીજી નાવમાં સવાર પોતાના સાથીઓને ઈશારો કર્યો કે અમારી પાસે આવીને અમારી મદદ કરો. તેઓ પાસે આવીને નાવને માછલીઓથી ભરવા લાગ્યાં. નાવ એટલી બધી ભરાઈ ગઈ કે તે ડુબવા લાગી. આ જોઈને સિમોને ઈસુના ચરણોમાં પડીને કહ્યું જે પ્રભુ મારી પાસેથી જતાં રહો હું તો પાપી માણસ છું. ઝાળથી માછલીઓ ફસાવાને લીધે તે અને તેના સાથી વિસ્મિત થઈ ગયાં હતાં. આ જ દશા યાકુબમ અને યોહનની પણ થઈ, આ જેબેદેના પુત્રો અને સિમોનના ભાગીદાર હતાં. ઈસુએ સિમોનને કહ્યું કે ડરીશ નહિ. હવેથી તુ મનુષ્યોને પકડીશ. તે નાવને કિનારે લગાવીને બધુ જ છોડીને ઈસુની સાથે ચાલી નીકળ્યો.

વેબદુનિયા પર વાંચો