પેરેટિંગ- બાળકો આજકાલ ટીવીના ઘણા શોખીન થઈ ગયા છે. શાળાથી ઘરે પરત આવતા જ સૌથી પહેલા તેમના ફેવરિટ કાર્ટૂન જોવા ટીવી ચાલુ કરી નાખે છે. જેમ કે ટૉમ એંડ જેરી, ડિસ્ની મિકી માઉસ, ડોરીમૉન વગેરે. ટીવી જોવા સિવાય તેમને બીજુ કોઈ કામ સુઝતુ જ નથી. જેમ કે લેસન કરવુ, રીડિંગ કરવુ કે બહાર રમવુ વગેરે. પણ શું તમે જાણો છો કાર્ટૂન બાળકો પર ખોટા પ્રભાવ નાખી રહ્યુ છે. એક અભ્યાસ મુજબ કાર્ટૂન જોવાથી બાળકની કાલ્પનિક શકતિ પર ખૂબ ખરાબ અસર પડે છે. એ વાસ્તવિક જીવનથી દૂર થઈ જાય છે. તે સિવાય પણ એવા અનેક કારણ છે જે બાળક માટે યોગ્ય નથી.