લાડ-પ્યારમાં જીદ્દી થઈ ગયુ છે તમારું બાળક ? મારવાને બદલે Parents આ રીતે કરે હેન્ડલ

શનિવાર, 23 ડિસેમ્બર 2023 (23:30 IST)
નાના બાળકો ખૂબ જ ક્યુટ  હોય છે. તેથી ઘરના તમામ લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. તેમને માંગ્યા વગર પણ ઘણું બધું મળી જાય છે અને તેમની દરેક ઈચ્છા પણ પૂરી થાય છે. પરંતુ થોડા સમય પછી, જો આને રોકવામાં ન આવે તો, બાળકો બગડે છે કારણ કે તેમને  પોતાની જીદ પૂરી કરવાની  ટેવ પડી ગઈ હોય છે. ઘણી બાબતોમાં બાળકોની જીદથી નિરાશ થઈને માતા-પિતા તેમના પર હાથ પણ ઉપાડે છે જે યોગ્ય નથી. જેના કારણે બાળકો સુધરવાને બદલે વધુ જિદ્દી બને છે. આવો આજે અમે તમને જિદ્દી બાળકોને સંભાળવાની ટિપ્સ જણાવીએ...
 
વિવાદ ન કરો - જીદ્દી બાળકો ઘણીવાર ઝઘડાલુ અને કોઈપણ સાથે દલીલ કરવા તૈયાર થઈ જાય છે. તેથી તેમને તક ન આપશો. નહિ તો તે પણ સામે જવાબ આપતા થઈ જશે. તેના બદલે, બાળકોને સાંભળો અને તેમની સાથે શાંત રહીને વાત કરીને સમજાવો.
 
ઓપ્શન આપો - જીદ્દી બાળકને શું કરવું તે જણાવવાથી તેઓ ગુસ્સે થઈ શકે છે. તેના બદલે, તેમને પસંદ કરવા માટેના વિકલ્પો આપો કારણ કે આનાથી તેમને એવું લાગશે કે તેઓ તેમના જીવન પર નિયંત્રણ ધરાવે છે અને તેઓ સ્વતંત્રપણે તેમના પોતાના નિર્ણયો લઈ શકે છે.
 
ઘરમાં શાંતિ જાળવી રાખો - સુનિશ્ચિત કરો કે તમારું ઘર એક એવું સ્થાન છે જ્યાં તમારું બાળક હંમેશા ખુશ, આરામદાયક અને સુરક્ષિત અનુભવે છે. આવી સ્થિતિમાં, ઘરના દરેક વ્યક્તિ સાથે, ખાસ કરીને તમારા જીવનસાથી પ્રત્યે નમ્રતા રાખો, કારણ કે બાળકો તમારી પાસેથી શીખે છે. તેઓ જે જુએ છે તેની નકલ કરવાનો પ્રયાસ કરે છે, તેથી તે મહત્વનું છે કે તમે શાંત રહો અને બાળકની સામે દલીલ કરવાનું ટાળો.
 
એક રૂટીન બનાવો - બાળકોના જીવનમાં રૂટીન લાવો. આનાથી બાળકની વર્તણૂક તો સુધરશે જ સાથે જ શાળામાં તેનું પ્રદર્શન પણ સુધરશે. સૂવાનો સમય સેટ કરો. ત્રણથી બાર વર્ષની વયના બાળકોમાં ઊંઘની અછત અને થાકને કારણે વર્તણૂકીય સમસ્યાઓ થાય છે.
 
બાળકોને વધુ રોક-ટોક ન કરશો - એક સીમામાં રહીને બાળકોને થોડું એકસપ્લોર કરવા દો.  તમેં તેમને દૂરથી જોઈ શકો છો, પરંતુ દરેક વખતે તેમની પાછળ જવું જરૂરી નથી. આમ કરવાથી તે આઝાદી અનુભવશે અને તેમનો જીદ્દી વ્યવ્હાર બદલાઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર