આંખોની રોશની વધારવા અને ચશ્મા ઉતારવા અપનાવી જુઓ આ ઘરેલુ ઉપચાર

સોમવાર, 9 મે 2016 (17:11 IST)
આજે દરેક 2માંથી 1 વ્યક્તિ કમજોર નજરનો શિકાર છે. જેને કારણે ચશ્મા લગાવવા પડે છે. નાનકડી વયથી જ ચશ્મા લાગી જવા માતા પિતા માટે ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. આ માટે બાળકોને વિટામિનથી ભરપૂર અને લીલી શાકભાજીઓ ખાવા માટે આપવામાં આવે તો આંખોની રોશની તેજ થાય છે. 
 
આ ઉપરાંત જો દેશી નુસખાનો ઉપયોગ પણ કરવામાં આવે તો આંખોની રોશની તેજ થાય છે. 
 
સામગ્રી - 100 ગ્રામ બદામ, 100 ગ્રામ મોટી વરિયાળી, 100 ગ્રામ સાકર કે મિશ્રી
 
બનાવવાની રીત - સૌ પહેલા બદામ, વરિયાળી અને સાકરને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો. પછી એક કાંચના જારમાં આ મિશ્રણ મુકી દો. 
 
કેવી રીતે ઉપયોગમાં લેશો 
 
- દરરોજ રાત્રે સૂતા પહેઅલ 250 મિલીલીટર દૂધ સાથે આ પાવડરને એક ચમચી સતત 40 દિવસ લેવાથી તમારી આંખોની રોશની તેજ થશે અને આંખોના ચશ્મા ઉતરી જશે. 
 
 ધ્યાન રાખો કે આનુ સેવન કર્યા પછી બે કલાક સુધી કશુ ખાશો પીશો નહી. એક બે દિવસ આ મિશ્રણને લીધા પછી જોઈ લો કે આ મિશ્રણ તમને સૂટ કરી રહ્યુ છે કે નહી. જો કોઈ પરેશાની આવી રહી હોય તો કોઈ ડોક્ટરની સલાહ લો. 

વેબદુનિયા પર વાંચો