ચાઈલ્ડ કેર - બાળકનું વજન ઘટતુ હોય તો તેને આ ખોરાક ખવડાવો

બુધવાર, 31 ઑગસ્ટ 2016 (17:01 IST)
અનેકવાર પેરેંટ્સને એ ટેંશન રહે છે કે તેમના બાળકોનુ વજન યોગ્ય રીતે વધી રહ્યુ નથી. જ્યારે કે તેના બરાબરીના બાળકોનુ વજન યોગ્ય રીતે વધી રહ્યુ છે.  આવામાં તમારા મનમાં ક્યાક ને ક્યાક એ પ્રશ્ન જરૂર આવે છે કે ક્યાક તમે ખાવા-પીવાની દેખરેખમાં કે ઉછેરમાં કંઈક કમી તો નથી કરી રહ્યા ને ? 
 
આજકાલ બાળકોનો ખોરાક યોગ્ય ન હોવાને કારણે તેમનુ વજન વય પ્રમાણે યોગ્ય રીતે વધતુ નથી. બાળકોના યોગ્ય વજનમાં ભોજન સૌથી વધુ મહત્વપૂર્ણ છે. પણ આજકાલના બાળકો ખાવામા ખૂબ વધુ નખરા કરે છે. આવામાં બાળકોને શુ  ખવડાવવુ કે તેઓ સ્વસ્થ રહે અને તેમનુ વજન પણ સંતુલિત રહે. 
 
આવો જાણીએ નબળા શિશુ અને બાળકોને આપવામાં આવતો આહાર... 
 
1. મલાઈવાળુ દૂધ - જો બાળકોનુ વજન ઓછુ છે તો તેમને મલાઈવાળુ દૂધ પીવડાવો.  જો તેને પીવામાં સારુ ન લાગતુ હોય તો શેક બનાવીને આપો.  પણ તેના શરીરમાં મલાઈ પહોંચવી જોઈએ. 
 
2. ઘી અને માખણ - બાળકોનુ વજન વધારવુ હોય તો ઘી અને માખણ ખવડાવવુ ખૂબ જરૂરી હોય છે. તેને દાળમાં નાખીને આપશો તો સૌથી વધુ અસર કરશે. 
 
3. સૂપ, સેંડવિચ, ખીર અને શીરો - આ ચારેય વસ્તુઓ જો યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારી છે 
 
4. બટાટા અને ઈંડા - ઈંડા અને બટાકા બંનેમાં તાકત હોય છે. એકમાં પ્રોટીન ખૂબ વધુ હોય છે તો બીજામાં કાર્બોહાઈડ્રેટ. આવામાં તમે બાળકોને આ બંને બાફીને ખવડાવી શકો છો. 
 
5. સ્પ્રાઉટ - બાળકોને સ્પ્રાઉટ ખવડાવો. તેનાથી તેનુ વજન વ્યવસ્થિત રહેશે. જો બાળક ખૂબ નાનુ છે તો તેને દાળનુ પાણી પીવડાવો. 
 
6. વ્યવ્હાર અને દિનચર્યા - બાળકને સ્વસ્થ રાખવુ છે તો તેના વ્યવ્હાર અને દિનચર્યા પર ધ્યાન આપો. નાનકડા બાળકોને તેની વધુ જરૂર હોય છે. શિશુઓને યોગ્ય સમયે ખોરાક આપો અને તેનુ ધ્યાન રાખો. 

વેબદુનિયા પર વાંચો