જો તમારા બાળકના દાંત આવી રહ્યા છે તો જરૂરી છે કે તમે અલર્ટ થઈ જાવ. આ દાંત છ મહીનાથી લઈને બે વર્ષ સુધી પૂર્ણ રૂપે આવી જાય છે. આ સમયે તેમના મસૂઢા ફૂલે છે અને તેમાં ખંજવાળ આવે છે, જેથી તે પોતાના હાથ કે કોઈ પણ વસ્તુ મોંઢામાં નાખે છે. ઘરના લોકો સમજે છે કે દાંત આવે તેથી તેને જાડા થાય છે જ્યારે કે સાચી વાત એ છે કે તેમને ઝાડા ગંદા હાથ કે ગંદી વસ્તુ મોંમાં નાખવાથી થાય છે.આવા સમયે તમે આ ઉપાયથી બાળકોની દેખરેખ કરી શકો છો.
બાળકોને ક્યારે બ્રશ કરાવવો જોઈએ
જ્યારે બાળક ઓછી વયના હોય તો દૂધ કે કઈ પણ ખાધા પછી તેને કોગળા કરાવી મુખની સફાઈ કરાવવી જોઈએ. બે વર્ષની વયના બાળકોના દાંત પૂર્ણ રૂપથી આવી જાય છે. આથી આ સમયથી જ તેમને બ્રશ કરાવવો શરૂ કરવો જોઈએ. જો બાળકના દાંત સમયસર ન આવે તો તરત જ ડાક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઘણી વાર આવું કુપોષણના લીધે થાય છે.