બાળકોને શીખડાવો આ Healthy Habits દરેક કોઈ કરશે વખાણ

બુધવાર, 16 જૂન 2021 (18:40 IST)
બાળકની પ્રથમ શિક્ષા તેમના પરિવારથી જ શરૂ હોય છે તેથી માતા-પિતાનો ફરજ છે કે તેને બાળપણથી જ સારી ટેવ શીખડાવવી. જેથી ભવિષ્યમાં તેને કોઈ પણ પ્રકારની કોઈ પરેશાની ના હોય. તો આવો આજે અમે તમને  કઈક હેલ્દી આર્ટિક્લ્સ જણાવીએ છે. 
 
બધાનો સમ્માન કરવો 
બાળકને નાના-મોટા દરેક કોઈનો સમ્માન કરવો શીખડાવો. તેને તમારા બધા સગા અને પાડોશીઓથી મિલાવો. તેણે બધાનો કહેવુ માનવો અને માન કરવો શીખડાવો. તેને પોતાનાથી નાનાને પ્યાર કરવો પણ શીખડાવો. 
 
શેયર કરતા શીખડાવવું 
હમેશા બાળકોને તેમની વસ્તુઓ શેયર કરવા સારું નથી સમજતા. પણ તેને જણાવો કે વસ્તુઓને વહેચવાથી પ્રેમ વધે છે. તેને સમજાવો કે શેયરિંગ કરવાથી સંબંધોમાં મજબૂતી આવે છે. તેથી ભાઈ-બેન, મિત્ર કે કોઈ પણ સગાઓથી વસ્તુ શેયર કરાવવાથી સંકોચ ન કરવું. 
 
ધૈર્યમાં રહેવુ જરૂરી 
બાળક હમેશા વસ્તુઓને હાસલ કરવા માટે જિદ અને ગુસ્સાનો સહારો લે છે. પણ પેરેંટસએ તેમને સાચું-ખોટુંની ઓળખ કરાવવી. તેને જીવનમાં શાંત અને ધૈર્યમાં રહેવાની શીખ આપવી. તેને સમજાવો કે ગુસ્સે અને ત્વરિતતામાં કરેલિ કામ હમેશા ખોટુ હોય છે. તેના વિપરીત તે ધીરજને અપનાવીએ. 
 
મેહનત કરતા શીખડાવવું 
જો તમે બાળકની દરેક નાની-મોટી માંગણી જલ્દી પૂર્ણ કરી નાખે છે તો આવુ ન કરવું. હકીકતમાં સરળતાથી દરેક વસ્તુ મળવાથી તે વસ્તુઓની મહત્વ નથી સમજતા. સાથે જ ભવિષ્યમાં તે મેહનત કરવાથી પણ સંકોચશે. તેના માટે જરૂરી છે કે તમે તે વસ્તુ મેળવવા માટે મેહનત કરતા શીખડવો. 
 
આરોગ્યની કાળજી રાખવી જરૂરે 
બાળકોને બાળપણથી જ આરોગ્યકારી રહેવા માટે પ્રેરિત કરવું. તેના માટે તેની સાથે સવારે -સાંજે ફરવું. તમે તેને સરળ યોગાસન કે એક્સરસાઈજ પણ શીખડાવી શકો છો. ગીત લગાવીને ડાંસ કરવુ પણ યોગ્ય રહેશે. તેનાથી તે શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેશે. તે સિવાય તેને જેંક ફૂડથી દૂરના નુકશાન અને સારી વસ્તુઓના ફાયદા જણાવો. તેને ડાઈટમાં સારી વસ્તુઓને શામેલ કરવા માટે જાગરૂક કરો. તમે ઈચ્છો તો બાળકને કિચનમાં લઈ જઈને તેને હેલ્દી રેસીપી બનાવવામાં મદદ લઈ શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર