બાળકને દૂધ પીવુ ખૂબ જરૂરી છે કારણ કે તેમા કેલ્શિયમ હોય છે. જેનાથી તેના હાડકા મજબૂત થાય છે. પેરેંટ્સ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે બાળકો દૂધ પીવામાં આનાકાની કરે છે. તેમની આ જ વાત હોય છે કે દૂધ પીવુ ટેસ્ટી નથી લાગતુ. બાળકોને દૂધ પીવડાવવા માટે માતાઓ ઘણી મહેનત કરવી પડે છે પણ હવે તમારે ચિંતા કરવાની કોઈ વાત નથી. કારણ કે દરેક બાળક આવુ જ કરે છે. તેથી આજે અમે તમને કેટલાક એવા ઉપાયો બતાવીશુ જેનાથી તમારુ બાળક દૂધ પીવામાં ક્યારેય ના નહી પાડે.