જો બાળકને કબજિયાત રહેતી હોય તો

નાના બાળકોનો ઉછેર કરવો ખરેખર મુશ્કેલ હોય છે. નાના બાળકો કશુ બોલી શકતા ન હોવાથી તેઓને શુ થાય છે તે સમજાતુ નથી. મોટાભાગના બાળકોને કબજિયાત રહેતી હોય છે. જે બાળકો બે-ત્રણ દિવસે મળત્યાગ કરતા હોય તેમને અનેક સમસ્યાઓ ઉભી થાય છે. આવા બાળકો પ્રત્યે બેદરકાર રહેવુ નહી અને તેમની સારવાર કરાવવી. 

કબજિયાત થવાના કારણો

- પેટમાં દુ:ખાવાને કારણે કબજિયાત થાય
- મળ કઠણ આવવાથી ગૂર્દામાંથી લોહી નીકળે
- બોટલથી દૂધ પીતા બાળકોને કબજિયાત વધુ રહે છે
- જે બાળકો બ્રેડ, ચોકલેટ્સ, મીઠાઈ વધુ ખાતા હોય તેમને કબજિયાત રહે છે
- જે બાળકો રમવાની ધૂનમાં કે આળસને કારણે મળત્યાગ રોકે છે તેમને કબજિયાત રહે છે

ઉપાયો

- બાળકને પ્રવાહી પદાર્થો વધુ આપો, જે બાળક સ્તનપાન કરતુ હોય તેને જલ્દી જલ્દી સ્તનપાન કરાવો
- એવા પદાર્થો આપો જેમા અન્નનુ પ્રમાણ વધુ હોય
- શિશુને શારીરિક કસરત થાય તેવી રમતો રમવા પ્રોત્સાહિત કરો, જેવી કે સાઈકલ ચલાવવી, રમવુ, દોડવુ વગેરે.
- બાળકને મળત્યાગ માટે પ્રોત્સાહિત કરો.
- બાળકને રેશાવાળા પદાર્થ વધુ આપો

વેબદુનિયા પર વાંચો