રિયાલીટી શો અને બાળકો

N.D
પોતાની ચેનલની ટીઆરપી વધારવા માટે અને દર્શકોની વાહ વાહ જીતવા માટે આજકાલ દરેક ચેનલ બાળકોને આ ચેનલોના જંગના મેદાનમાં ઉતારી રહી છે. કોઈ ચેનલ તેમને માટે રિયાલીટી શોનું આયોજન કરી રહી છે તો કોઈ બાળકોને લઈને નવી નવી ધારાવાહિક બનાવી રહી છે. આવામાં શોના નિર્દેશકોને તો જાણે કે લ્હેર પડી ગઈ છે. એક તરફ આ નિર્દેશકોની જીત થઈ રહી છે તો બીજી તરફ તે બાળકોની હાર જેમને કાલ સુધી જીતવાનુ જનુન હતું.

બીજી તરફ બાળક તેની ભણવાની ઉંમરમાં જ એકબીજાના પ્રતિસ્પર્ધી બની જાય છે. આ સિવાય પૈસા અને ખ્યાતિ મેળવાની લાલચ તેમનું બાળપણ તેમનાથી ઝુંટવી લે છે અને તેમને નાની ઉંમરમાં જ મોટા બનાવી દે છે. ઘણી વખત આપણે એવું પણ સાંભળીએ છીએ કે રિયાલીટી શોમાં હારને લીધે બાળકે આત્મહત્યા કરી લીધી અને કોઈ તેને સહન ન કરી શકવાને લીધે મનોચિકિત્સકનો સહારો લઈ રહ્યું છે.

રિયાલીટી શોમાં નીચેના સુધારા જરૂરી :

* રિયાલીટી શોની અંદર બાળકોની વયની સીમા નક્કી હોવી જોઈએ. 5 થી 9 વર્ષના બાળકને પ્રતિસ્પર્ધામાં ઉતરવું જોઈએ નહિ.

* બાળકોના જાડાપણા, દાંત અને આદતો પર સાર્વજનિક રૂપે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી જોઈએ નહિ.

* કાર્યક્રમના જજોએ વાણીમાં સંયમતા અને સારો વ્યવહાર રાખવો જોઈએ જેનાથી તેમના બાળકો તેમની પાસેથી સારી વાતો શીખી શકે.

* કોઈ બાળકને ખાસ ભેટ આપવી તે અન્ય બાળકોને નિરાશ કરે છે તેથી તેવું કરવું.

* બાળકોના આ શોને ફેશન શોનું સ્વરૂપ ન આપવું જોઈએ.

* બાળકોના એલીમિનેશનને વધારીને ન દેખાડવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો