માતાનુ ડાયટીંગ જોખમી

મંગળવાર, 15 માર્ચ 2016 (16:12 IST)
સ્ત્રીઓમાં આજકાલ ડાયટિંગનો ક્રેઈઝ દિવસેને દિવસે વધી રહ્યો છે જોકે, ડાયટિંગ કરતી મહિલાઓ માટે એક ચોંકાવનારુ તારણ નવા સંશોધનમાં સામે આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, બાળકોમાં આવતુ અકાળે વૃદ્ધત્વની શરૂઆત તેના ગર્ભધારણથી થઈ જાય છે. ઉંદરો પર કરવામાં આવેલ એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, વ્યક્તિમાં આવતુ અકાળે વૃદ્ધત્વના લક્ષણો તેના ગર્ભધાન સમયથી શરૂ થતા હોય છે. સામાન્ય રીતે વૈજ્ઞાનિક નિયમ મુજબ ગર્ભમાં પળી રહેલ બાળકને તેની માતા તરફથી પોષણ મળે છે. આવા સંજોગોમાં જો માતા આરોગ્યપ્રદ ખોરાક લે તો તેનાથી બાળકનું સ્વાસ્થ્ય પણ વધુ સારુ થાય છે. પરંતુ જો ગર્ભવતી મહિલાઓ ગર્ભાધાન દરમિયાન જો ડાયટયુક્ત ખોરાક લે તો અકાળે વૃદ્ધત્વના લક્ષણો વિકસવાના શરૂ થઈ જાય છે.

આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે બાળકોને ગર્ભમાં પુરતો ઓક્સિજન મળતો નથી તેઓ દુનિયામાં આવ્યા બાદ બહુ ઝડપથી નાની ઉંમરમાં જ વૃદ્ધ દેખાવા લાગે છે. ડાયટ કરતી મહિલાઓના સંતાનોમાં આ લક્ષણો  ખૂબ જ તીવ્ર હોય છે. જેથી ગર્ભાવસ્થા દરમિયાન માતા સ્વાસ્થ્યપ્રદ ખોરાક લે તે ખૂબ જ જરૂરી બાબત બની જાય છે. આજના સમયમાં પ્રદૂષણ પણ એક મોટી સમસ્યા બની ચુક્યું છે. ત્યારે એ જરૂરી બની ગયુ છે કે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન એ પ્રકારનો જ ખોરાક લે જેમાં પર્યાપ્ત માત્રામાં એન્ટિ ઓક્સિડેન્ટ હોય. આવી માતાઓના સંતાનોના શરીર પર વીષયુક્ત પદાર્થની પણ અસર ઓછી જોવા મળશે. સંશોધનમાં જણાવાયું છે કે,  ગર્ભાવસ્થા દરમિયાન એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર ખોરાક લેનાર માતાનુ બાળક લાંબી ઉંમર સુધી સ્વસ્થ અને યુવાન દેખાય છે.  નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો