ઉલ્લેખનીય છે કે પંજાબ, યૂપી, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે ચૂંટણી થવાની છે. બીજી બાજુ કેન્દ્રની બીજેપી નીત સરકાર 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજુ કરવા જઈ રહી છે. આવામાં કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળોએ આયોગને આ બાબતે ફરિયાદ કરી હતી અને બજેટની તારીખ આગળ વધારવાની માંગ કરી રહ્યા હતા. આ દળોની દલીલ હતી કે મતદાન પહેલા બજેટ ભાષણથી જનતા પર સત્તાધારી દળ અસર નાખવાની કોશિશ કરશે.
તેથી વામપંથી, સમાજવાદી, જનતા દળ સહિત 13 વિપક્ષી દળોએ કોંગ્રેસને આગેવાનીમાં ચૂંટણી પંચ પાસે માંગ કરી હતી કે તેઓ મોદી સરકારને 11 માર્ચ પછી બજેટ રજુ કરવા કહે. આ સંબંધમાં કોંગ્રેસે અગાઉની યૂપીએ સરકાર દરમિયાન 2012માં બજેટ આગળ વધારવાની દલીલ પ્ણ કરી હતી.