બજેટ 2017 - વધી શકે છે સર્વિસ ટેક્સનો ભાર, આવનારા દિવસોમાં ફિલ્મો જોવી અને હોટલમાં ખાવુ પડશે મોંઘુ !!

શનિવાર, 28 જાન્યુઆરી 2017 (10:57 IST)
આવનારા દિવસોમાં ફિલ્મો જોવી અને હોટલમાં ખાવા માટે ખિસ્સા પર ભાર વધી શકે છે. બજેટમાં સરકાર સર્વિસ ટેક્સના દરમાં 0.5 ટકાથી 1 ટકાનો વધારો કરી શકે છે. સૂત્રો મુજબ બજેટમાં જીએસટી લાગૂ કરવા માટે સરકારની તૈયારીની અસર જોવા મળશે. જેના કારણે બજેટમાં સર્વિસ ટેક્સના ભાવ વધી શકે છે. જો કે કેટલીક જરૂરી સેવાઓ તેની હદ બહાર થઈ શકે છે. બીજી બાજુ સામાન્ય સેવાઓ પર 18 ટકા સર્વિસ ટેક્સનો પ્રસ્તાવ છે. 
 
1 જુલાઈથી જીએસટી લાગૂ થવાની અસર છે જેને જોતા સરકાર આ તૈયારી કરી રહી છે. સૂત્રો મુજબ સરકાર સર્વિસ ટેક્સનો દર ધીરે ધીરે વધારવાના પક્ષમાં છે. જીએસટી લાગૂ થતા સુધી ટેક્સ કલેક્શન વધારવુ પણ સર્વિસ ટેક્સમાં વધારો કરવાનો એક હેતુ છે. બજેટમાં એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા છે. જો કે જીએસટી રેટને ધ્યાનમાં રાખતા એક્સાઈઝ ડ્યુટીમાં મામૂલી ફેરફાર શક્ય છે. 

વેબદુનિયા પર વાંચો