વિપક્ષી દળોની તમામ કોશિશો છતા મોદી સરકાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરશે. અંદાજપત્રની તારીખ ટાળવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી રદ્દ થઈ ગઈ છે. અરજી વકીલ એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યુ કે મામલામાં હસ્તક્ષેપ કરવાના કાયદામાં કોઈ પ્રસ્તાવ નથી. બજેટ નાણાકીય વર્ષના અંત પહેલા આવવો જોઈએ.