સ્વાસ્થ્ય માટે બજેટમાં મોટા એલાન, ગુજરાત અને ઝારખંડમાં બનશે AIIMS

બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (14:38 IST)
ઈંડિયાના બજેટમાં અરુણ જેટલીએ સ્વાસ્થ્ય પર ખાસ જોર આપ્યુ છે.  તેમણે મોટુ એલાન કરતા બે રાજ્યોમાં એમ્સ સ્થાપિત કરવાની વાત કરી છે.  હવે ઝારખંડ અને ગુજરાતમાં પણ એમ્સની સ્થાપના કરવામાં આવશે. 
 
-1.5 લાખ સ્વાસ્થ્ય ઉપકેન્દ્રોનો વિકાસ કરવામાં આવશે. 
- મેડિકલ કે પીજી કોર્સમાં સીટો વધશે 
- મેડિકલ કોલેજ માટે નેશનલ ટેસ્ટિંગ એજંસી બનશે. 
- ગામમાં સ્વાસ્થ્ય સેવાઓનો સુધાર થશે 
- વર્ષ 2020 સુધી કાલાજ્વર ખતમ થઈ જશે 
- અનેક બીમારીઓને ખતમ કરવા પર જોર રહેશે 
- વર્ષ 2017-18 સુધી ફિલારિયસિને ખતમ કરી દેવામાં આવશે. 
- વર્ષ 2015 સુધી ટીબી જેવી ખતરનાક બીમારીનો ખાત્મો થશે. 
- બુઝુર્ગોના આધાર કાર્ડને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડવામાં આવશે. 
 

વેબદુનિયા પર વાંચો