પ્રણવ'દા નો જવાબ નથી

વેબ દુનિયા

સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (21:00 IST)
પોતાની સરકારનું અંતિમ બજેટ રજુ કરતાં નાણાં મુખર્જીએ બધાને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં તેણે ખેડૂતોથી લઈને નોકરીયાત વર્ગને પણ રાહત આપવાનો સફળ પ્રયોગ કર્યો છે. તેમણે દેશની અર્થવ્યવસ્થાનું ફુલગુલાબી ચિત્ર રજુ કર્યુ હતુ.

પ્રણવ મુખર્જીએ પોતાનાં બજેટ અંગે જણાવ્યું હતું કે જીડીપીનો દર સતત ત્રીજા વર્ષે 9 ટકા રહ્યો છે. તેમજ રાજકોષીય ખાધ પણ 2003-04માં 4.5 ટકાથી ઘટી વર્ષ 2007-08 1.1 ટકા આવી ગઈ છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન દેશનાં જીડીપીમાં વધીને 2007-08માં 14.2 ટકા થઈ ગયું છે.

ટેક્સમાંથી થતી આવકમાં પણ વધારો થયો છે. 2003-04માં 9.2 ટકા હતી, જે વધીને 12.5 ટકા થઈ ગઈ છે. તો મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં વિકાસ દર વધીને 9.5 ટકા, સંચાર અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે વિકાસ દર ક્રમશઃ 26 ટકા અને 13 ટકા રહ્યો હતો.

તો 1.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતાં નોકરીયાત વર્ગને કરમાં રાહત આપીને જનતાને મંદીમાં ભેટ આપી છે.

આ ઉપરાંત સરકારે ઓગસ્ટ 2008થી જાન્યુઆરી 2009 સુધી 70 હજાર કરોડનાં ખર્ચ વાળી 37 માળખાકીય સુવિદ્યા વાળી યોજનાને મંજૂરી આપી હતી. તેમજ સરકારી ક્ષેત્રે પણ 67,700 કરોડનાં ખર્ચ વાળી સરકારી યોજનાઓને મંજૂરી આપી હતી.

તો આર્થિક મંદીથી દેશને બચાવવા માટે સરકાર દ્વારા 7 ડિસેમ્બર 2008 અને 2 જાન્યુઆરી 2009માં બે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ વર્ષ 2007-08માં 32.4 બિલીયન અમેરિકી ડોલરનું એફડીઆઈ થયુ હતું. તેમજ મંદીનાં સમયમાં એપ્રિલ 2008માં એફડીઆઈ 23.3 બિલીયર અમેરિકી ડોલર થયું હતું.

આમ, પ્રણવ મુખર્જીએ મંદીની ચિંતા છોડીને ચુંટણીલક્ષી બજેટ રજુ કરવામાં સફળ રહ્યાં છે. તેમજ તેમનાં બજેટની વડાપ્રધાને પણ સરાહના કરી છે. એનડીએ સરકારે પણ જેમ ફીલ ગુડ ફેક્ટરને આગળ ચલાવ્યું હતું. તેવી રીતે યુપીએ સરકારે પણ મંદીમાં સબ સલામત હોય તેવું બજેટ આપ્યું છે. હવે, જનતા ફરી સત્તા આપે છે કે નહીં તે જોવું રહ્યું.

વેબદુનિયા પર વાંચો