Monday Motivation - એક સમયે 500 રૂપિયાની સેલેરી મળતી હતી, આજે કમાવે છે કરોડો...

સોમવાર, 2 માર્ચ 2020 (12:19 IST)
આજના સમયમાં ફેશનની દુનિયામાં મનીષ મલ્હોત્રાનુ મોટુ નામ છે.  ભારતના સૌથી નામી ડિઝાઈનરમાં ઓળખાતા મનીષના ડિઝાઈન કરેલા કપડા દરેક સેલીબ્રિટીથી લઈને મોટા મોટા ઉદ્યોગપતિઓના ઘરમાં પહેરવામાં આવે છે. પણ અહી સુધી પહોંચવુ મનીષ માટે બિલકુલ સહેલુ નહોતુ. તેણે પોતાની જીંદગીમાં આ દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. જેનો ઉલ્લેખ તેમણે પોતાના એક ઈંટરવ્યુમાં કર્યો છે. 
 
માતાના કપડા જોઈને વધ્યો ફેશન પ્રત્યે પ્રેમ
 
તાજેતરમાં આપેલ એક ઈંટરવ્યુમાં મનીષે જણાવ્યુ કે તેમણે અભ્યાસ કરવો બિલકુલ પસંદ નહોતો. જો કે આ મામલે તેમના ઘરના લોકો તરફથી ક્યારેય કોઈ દબાણ નહોતુ. તેઓ જે પણ કરવા માંગતા હતા તે બાળપણથી જ તેમને તેમની મમ્મીનો હંમેશા સપોર્ટ મળ્યો. ફેશન તરફ તેમનુ આકર્ષણ માતાના કપડાથી શરૂ થઈને વધતુ ગયુ. તેઓ બાળપણથી જ પોતાની માતા માટે કપડા સિલેક્ટ કરવામાં મદદ કરતા હતા. 
 
ફક્ત 500 રૂપિયા હતી પ્રથમ કમાણી 
 
પંજાબી વાતાવરણમાં ઉછરેલા મનીષે છઠ્ઠા ધોરણથીપેટિંગ અને આર્ટની ક્લાસ જોઈન કરી હતી.  તેમને તે ક્લાસ ખૂબ પસંદ હતી. શાળામાં મનીષને પોતાના ઈંટ્રેસ્ટ વિશે જાણ થઈ પણ તેનો યોગ્ય આકાર કોલેજમાં આવીને મળ્યો. કોલેજમાં તેમના કનેક્શન વધતા ગયા. જ્યારબાદ તેમણે મોડેલિંગ સાથે જ બુટીકમાં કામ કરવુ શરૂ કર્યુ. અહી તેઓ ઝીણવટાઈથી ડિઝાઈનિંગ સીખ્યા જેના બદલામાં તેમને માસિક ફક્ત 500 રૂપિયા પગાર મળતો હતો પણ તેઓ આ સેલેરીમાં સંતુષ્ટ હતા કારણ કે એ દિવસો દરમિયાન તેમની પાસે વિદેશથી ડિઝાઈનિંગ શીખવાના પૈસા નહોતા રહેતા. 
 
શ્રીદેવીની મોતથી લાગ્યો ઊંડો આધાત 
 
છેવટે તેમની મહેનત અને લગન કામ લાગી. અને પોતાના કેરિયરમાં તેમને એક મોટો બ્રેક મળ્યો. 25 વર્ષની વયમાં તેમને જુહી ચાવલાની એક ફિલ્મમાં ડિઝાઈનર તરીકે કામ કરવાની તક મળી.  પણ તેમને માટે ટર્નિંગ પોઈંટ રંગીલા ફિલ્મ સાબિત થઈ. જે માટે તેમને ફિલ્મ ફેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.  ત્યારબાદ તેમની ખ્યાતિ તેમના પગ ચૂમતી અગી અને 2005માં તેમને ખુદનુ લેબલ લોંચ કર્યુ.   જો કે એક સમય એવો પણ આવ્યો જેણે મનીષને અંદરથી ઝકઝોળી નાખ્યો. 24 ફેબ્રુઆરી 2018માં શ્રીદેવીની મોત તેમને માટે એક ઊંડો આઘાત જેવી હતી. શ્રીદેવીનુ આમ આકસ્મિક રીતે દુનિયા છોડીને જવાની સ્થિતિથી મનીષને બહાર આવવામાં થોડો સમય લાગ્યો. આ માટે તેમના કામે જ તેમની મદદ કરી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર