અંગ્રેજી ફિલ્મ અવેક- ધ લાઈફ યોગાનંદ ફિલ્મનું અમદાવાદમાં સ્ક્રિનિંગ થયું

બુધવાર, 15 જૂન 2016 (17:25 IST)
ટુંક સમયમાં સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે યોગ અને મેડીટેશન જેવા વિષય પર ફિલ્મ બને એ નવાઈની વાત છે. અમદાવાદમાં બુધવારના રોજ ઈ.સ. 1920માં ભારત દેશમાંથી વેસ્ટના દેશોમાં યોગ અને મેડિટેશનનો પ્રચાર કરનાર એવા હિન્દુ સંત પરમહંસ યોગાનંદના જીવન પર એક ફિલ્મ બની રહી છે. અંગ્રેજીમાં બની રહેલી આ ફિલ્મનું અમદાવાદમાં ટ્રેલર સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મને ઓસ્કાર નોમિનેટેડ રાઈટર પાઓલા ડી ફ્લોરીયો તથા સનડાન્સ વિજેતા લીસા લીમેને લખી છે તથા તેને દિગ્દર્શિત પણ કરી છે. આ ફિલ્મની કથા વસ્તુની વાત કરીએ તો તે સંત યોગાનંદના જીવનની આસપાસ ફરે છે. જેમાં એક યોગની આધ્યાત્મિક સફરની વાત છે. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં બોલિવૂડના અભિનેતા અનુપમ ખેરે પોતાનો અવાજ પણ આપ્યો છે. પરમહંસ યોગાનંદની ઓટોબાયોગ્રાફીને પુસ્તક રસીકોએ ખૂબ જ વાંચી છે અને વખાણી પણ છે. તેમના આદર્શોને જીવનમાં ઉતારનાર નામની યાદીમાં જ્યોર્જ હેરિસનથી લઈને સ્ટિવ જોબ્સનો સમાવેશ થાય છે. યોગાનંદે પ્રાચીન શાસ્ત્રને આજના યુગના લોકો માટે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવી આપ્યું છે. આ ડોક્યુમેન્ટ્રીમાં યોગની દુનિયા, નવા જુના, પૂર્વ પશ્ચિમ દરેક પ્રકારના પાસાઓનું નિરિક્ષણ કરીને તેની લાખો લોકો પર કેવી અસર પડી છે તેની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ આગામી 17 જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો