મસ્જિદ્દોની અઝાન(બાંગ)થી ઊંઘમાં ખલેલ પડે છે, બંધ થાય આ ગુંડાગર્દી - સોનૂ નિગમ

સોમવાર, 17 એપ્રિલ 2017 (10:36 IST)
ગાયક સોનૂ નિગમે અજાન પર આજે સવારે અનેક ટ્વિટ કર્યા જેના પર વિવાદ ઉભો થઈ શકે છે. સોનીએ કહ્યુ કે તે મુસ્લિમ નથી છતા પણ તેને સવારે અઝાનની અવાજથી ઉઠવુ પડે છે જેના પર તેને આપત્તિ છે. 
 
સોનૂએ ટ્વીટ કર્યુ, "હુ મુસ્લિમ નથી અને મને અઝાનની અવાજથી સવારે ઉઠવુ પડ્યુ. ભારતમાં આ બળજબરીની ધાર્મિકતાનો અંત ક્યારે થશે." 
 
ત્યારબાદ તેમણે અનેક ટ્વીટ કરી પોતાન ગુસ્સો જાહેર કર્યો. સોનીએ આગળ લખ્યુ કે મોહમ્મદે જ્યારે ઈસ્લામ બનાવ્યો ત્યારે વીજળી નહોતી તો એડિસનના આવ્યા પછીથી આપણને શોર નો સામનો કેમ કરવો પડી રહ્યો છે. 
 
સોનૂએ મસ્જિદો અને ગુરૂદ્વારામાં ઉપયોગમાં લેવાનારા લાઉડસ્પીકરોને ગુંડાગર્દી બતાવી. 
 
આ ટ્વીટ્સ પછી સોનૂ નિગમને લોકોના ગુસ્સાનો શિકાર થવો પડી રહ્યો છે. અનેક લોકોએ તેમના આ ટ્વીટ ને હલકુ કહ્યુ તો કેટલાક લોકોએ હિન્દુ ધર્મમાં ઉપયોગમાં લેવાનારા ગીતો પર વિરોધ બતાવ્યો. 

વેબદુનિયા પર વાંચો