વિદેશમાં બોલીવુડ સ્ટારની લોકપ્રિયતાની વાત કરીએ તો શાહરૂખ ખાનની આગળ કોઈ ટકી નથી શકતુ. આ વાતનો પુરાવો એકવાર ફરી જોવા મળ્યો જ્યારે કિંગ ખાનના 'સ્લેમ ધ ટૂર ને શાનદાર સફળતા મળી ર્હી છે. હ્યુસ્ટનના ટોયોટા સેંટર અને ન્યૂ જર્સીના ટીએક્સ અને કાંટિંનેટલ એરેનામાં 19 તેમજ 20 સપ્ટેમ્બરના રોજ પરફોર્મ કરવામાં આવ્યુ. જેમા ફરાહ ખાન દીપિકા પાદુકોણ. મલાઈકા અરોરા ખાન, અભિષેક બચ્ચન,બોમન ઈરાની, સોનુ સૂદ, વિવાન શાહ સાથે ગાયક કનિકા કપૂર અને યો યો હની સિંહે પરફોર્મ કરી ઉપસ્થિત લોકોએ ભરપૂર મનોરંજન આપ્યુ.
ફરાહ અને બોમને પોતાના પરફોર્મેંસથી લોકોને હસાવ્યા. મલાઈકા અરોરા, વિવાન શાહ, દીપિકા પાદુકોણ, સોનુ સૂદ અને યોયો હની સિંહે પણ લોકોનુ મન મોહ્યુ.
શો નુ મુખ્ય આર્કષણ ત્યારે આવ્ય જ્યારે શાહરૂખ ખાને હ્યુસ્ટન અને ન્યૂ જર્સીથી એક કપલને બોલાવ્યા અને તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. વિજેતા કપલને એક લક્ઝરી બાઈક આપવામાં આવી. આ શો ને જોવા ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, મિડિલ ઈસ્ટ અને અમેરિકાથી ઢગલો લોકો આવ્યા હતા.