ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી(36) તાજેતરમાં જ મા બની છે અને પોતાના બંને બાળકો સાથે આ ખૂબસૂરત દિવસોને કાફી એન્જૉય કરી રહી છે. આ દરમિયાન સમાચાર છે કે શ્વેતાની પુત્રી પલક તિવારી બોલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ ઈંટરવ્યૂમાં શ્વેતા તિવારીએ કહ્યુ છે તેમની પુત્રી બોલીવુડમાં ડેબ્યૂ માટે તૈયાર છે અને કેટલાક પ્રોજેક્ટો પર વાતચીત ચાલી રહી છે. શ્વેતાએ ન્યૂઝ એજંસી ભાષાને કહ્યુ, "હા પલક ફિલ્મ કરવ જઈ રહી છે. દર્શીલ સાથે એક ફિલ્મ માટે પણ તેની વાતચીત થઈ રહી છે. અધિકારિક નિવેદન જલ્દી રજુ કરવામાં આવશે.