શાહરૂખ ખાનને ઈડીએ ત્રીજી સમન મોકલ્યુ, KKR ના શેરોમાં ગડબડીનો મામલો

બુધવાર, 28 ઑક્ટોબર 2015 (11:25 IST)
બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનને એનફોર્સમેંટ ડાયરેક્ટોરેટ (ED)એ એકવાર ફરી સમન મોકલ્યુ છે. નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ  (KRSPL)ના શેરોની પ્રક્રિયામાં ઈડીએ શાહરૂખને ત્રીજીવાર સમન મોકલ્યુ છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલની આ ફ્રેંચાઈજીના માલિકી અધિકાર શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીજ પાસે છે. તેમા એક્ટ્રેસ જૂહી ચાવલાના પતિ જય મહેતા પણ ભાગીદાર છે. 
 
શાહરૂખને સમન કેમ ?
 
અંગ્રેજી વેબસાઈટના સમાચાર મુજબ શાહરૂખને 2008માં શેર ટ્રાંસફર મામલે સમન મોકલવામાં આવ્યુ છે. આ વિશે 2014માં એ સમયે ગડબડી સામે આવી હતી જ્યારે એક બીજી કંપની પાસે ઓડિટ કરાવવામાં આવ્યુ હતુ. 
 
- ઈડીએ માટે ચૌકસી એંડ ચૌક્સી દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં આ વાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી  હતી કે કલકત્તા નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને જય મહેતાની માલિકાનાવાળી કંપની સી આઈસલેંડ ઈંવેસ્ટમેંટ વચ્ચે શેરોની ટ્રાસફરમાં વિદેશી મુદ્રા નિયમોની ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. 
 
- ઈડીએ જે મામલામાં શાહરૂખ ખાનને નોટિસ મોકલી છે તે 100 કરોડના ફોરેક્સ નિયમના ઉલ્લંઘન સાથે સંકળાયેલો છે. 
- કેકેઆરના કથિત અંડર વૈલ્યુએશન પર નોટિસ મોકલવામાં આવી છે. શાહરૂખની કંપનીના શેરોના ટ્રાંસફર માટે ઓછી કિમંતો બતાવી હતી. 
 
ઈડી મુજબ 
 
- શાહરૂખે જૂહી ચાવલા અને જય મહેતાની કંપનીને 10 રૂપિયા પ્રતિ શેરની કિમંત પર શેર વેચ્યા હતા. જ્યારે કે એ શેયર્સની વાસ્તવિક કિમંત 70થી 99 રૂપિયા પ્રતિ શેયર વચ્ચે હતી. 
 
પ્રથમ નોટિસ - નવેમ્બર 2011 
 
ઈડીએ કેકેઆરને કો-ઓનર શાહરૂખને KRSPL ડીલના ડીટેલ્સ બતાવવા માટે કહ્યુ. KRSPL(નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રા. લિ.)એ 50 લાહ શેયર્સ SIIL(જય મેહતાની કંપની)ને ટ્રાસફર કરવામાં આવ્યા હતા. ઈડી મુજબ શાહરૂખ ખાને કરોડો રૂપિયા (70-72 કરોડ) મોરિશસમાં SIILને આપ્યા હતા. 
 
બીજી નોટિસ - મે 2015 
 
આઈપીએલ-8 દરમિયાન આ સંબંધમાં શાહરૂખ ખાન જૂહી ચાવલા અને જય મેહતાને એકવાર ફરી ઈડીએ સમન મોકલ્યુ અને 26 મે સુધી રજુ થવા માટે કહ્યુ. 
 
ત્રીજી નોટિસ - ઓક્ટોબર 2015 
 
પાંચ મહિના પછી ઈડીએ ફરી શાહરૂખ ખાનને સમન મોકલ્યુ. આ દરમિયાન જય મેહતાનુ સ્ટેટમેંટ લેવામાં આવ્યુ. 
બીજી વાર નોટિસ મળ્યા પછી જય મહેતાએ ફાઈનેસ મિનિસ્ટ્રીના ટૉપ ઓફિશિયલ્સને લિખિત ફરિયાદ કરી કહ્યુ હતુ કે કેમ કેકેઆર ટીમને વારેઘડીએ સમન મોકલવામાં આવી રહ્યા છે અને ઈડી સામે રજુ થવા માટે કહેવામાં આવી રહ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો