સલમાન ખાનને નાના પાટેકરનો જવાબ - દેશ સામે કલાકારોનું કોઈ ગજું નથી

સોમવાર, 3 ઑક્ટોબર 2016 (11:56 IST)
બોલીવુડના દબંગ સલમાન ખાન દ્વારા પાકિસ્તાની કલાકારોના સમર્થનમાં આપેલ એક નિવેદન પર નાના પાટેકારે પલટવાર કર્યો છે.  નાના પાટેકરે કહ્યુ કે દેશ સામે કલાકારોની કોઈ હૈસિયત નથી અને તેમને ગંભીરતાથી ન લેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે સલમાન ખાને પાકિસ્તાની કલાકારોના સમર્થનમાં કહ્યુ કે તેઓ કોઈ આતંકવાદી નથી. તેઓ દેશમાં ત્યારે આવે છે જ્યારે સરકાર તેમને વીઝા આપે છે. દબંગના આ નિવેદનથી એક વાર ફરી વિવાદ ઉભો થયો છે. 

પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન નાનાએ કહ્યુ, "દેશ સામે હુ કોઈને જાણતો નથી અને ન તો જાણવા માંગીશ. દેશ સામે કલાકાર એક માંકણ જેવો છે. દેશમાં જવાનથી મોટો કોઈ હીરો નથી. હુ સેનામાં હતો મે ત્યા અઢી વર્ષ વીતાવ્યા છે. તેથી હુ જાણુ છુ કે આપણા દેશના જવાનોથી મોટો કોઈ હીરો હોઈ જ નથી શકતો. અમે જે બોલીએ છીએ તેના પર ધ્યાન ન આપશો. જે લોકો પટર પટર બોલે છે તેમની એટલી હેસિયત નથી.  તમે સમજી ગયા હશો હુ કોના વિશે વાત કરી રહ્યો છુ." 
 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પ્રોડ્યુસર્સની સૌથી મોટી સંસ્થા ઈંડિયન મોશન પિક્ચર્સ એસોસિએશન(ઈમ્પા)એ પાક કલાકારો પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં કામ કરી રહેલ અનેક કલાકારોને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યા છે. આ મામલે રાજ ઠાકરેની પાર્ટીએ કડક તેવર અપનાવ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કહ્યુ છે કે અમે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ નહી કરવા દઈએ. બીજી બાજુ શિવસેનાએ સલમાન ખાનને સબક શિખવાડવાની વાત કરી છે. 
 

વેબદુનિયા પર વાંચો