વેશ્યાવૃત્તિના ધંધામાં પકડાયેલ અભિનેત્રી શ્વેતા બસુ શુ પોતાના ગ્રાહકોના નામનો ખુલાસો કરશે ?

સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (13:57 IST)
. જીસ્મફરોશીના ધંધામાં પકડાયેલ બોલીવુડ અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદ પોતાના ગ્રાહકોના નામોનો ખુલાસો કરી શકે છે. હૈદરાબાદ પોલીસે ગયા અઠવાડિયે અભિનેત્રીને હૈદરાબાદના બંજારા હિલ્સ સ્થિત આવેલ એક પાંચ સિતારા હોટલમાં આપત્તિજનક અવસ્થામાં પકડી હતી. એવુ કહેવાય છે કે શ્વેતાની સાથે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ હતા. રિપોર્ટ મુજબ શ્વેતાનુ નામ આ સ્કેંડલમાં સામે આવવાનું કારણ તેમના ગ્રાહકોની હૈસિયત અભિનેત્રી કરતા અનેકઘણી વધુ હતી. 
 
રિપોર્ટ મુજબ શ્વેતાએ ગ્રાહકોમાં મુંબઈ સહિત દેશના અન્ય મોટા શહેરોના દિગ્ગજ વેપારીનો સમાવેશ છે અને આ ઉદ્યોગપતિયોએ અભિનેત્રીની સાથે રાત ગુજારવા માટે સેક્સ રેકેટ સંચાલકને એક લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ પોલીસે બંજારા હિલ્સના એક પંચ સિતારા હોટલમાં છાપો માર્યો હતો. આ છાપામાં 23 વર્ષીય શ્વેતા આપત્તિજનક અવસ્થામાં પકડી ગઈ.  પોલીસે સેક્સ રેકેટના સંચાલક અને મુંબઈના નામી-ગિરામી ઉદ્યોગપતિયોના શિકંજામાં લેવામાં આવ્યો. બાબતમાં પોલીસે શ્વેતાના નામનો ખુલાસો કરી દીધો પણ અભિનેત્રીના ગ્રાહકોના નામોને ઉજાગર નથી કર્યુ. પણ રિપોર્ટની માનીએ તો શ્વેતા પોતાના ગ્રાહકોના ન આમ સાર્વજનિક કરવા માટે તૈયાર છે.  
 
રિપોર્ટ મુજબ આર્થિક તંગીને કારણે મકડી ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી આ અભિનેત્રી જીસ્મફરોશીના ધંધામાં ઉતરી. શ્વેતાના અભિનયના વખાણ ફિલ્મ ઈકબાલમાં પણ થયા હતા. આવુ પહેલીવાર નથી કે જ્યારે શ્વેતાનુ નામ જીસ્મફરોશીના ધંધામાં આવ્યુ છે. આ પહેલા એક સ્ટિંગ ઓપરેશનમાં તેનુ નામ સેક્સ રેકેટમાં જોડાયા હોવાની વાત પણ સામી આવી ચુકી છે. 
 

વેબદુનિયા પર વાંચો