અભિનેત્રી અનુષ્કા શર્મા શુક્રવારે 27 વર્ષની થઈ ગઈ છે. તે ફિલ્મ 'રબ ને બના દી જોડી' , 'પીકે', 'બેંડ બાજા બારાત' અને 'એનએચ10' જેવી ફિલ્મોમાં જોરદાર અભિનય કરવા બદલ ચર્ચામાં રહી.
- શબાના આઝમી - વ્હાલી અનુષ્કા જન્મદિવસની શુભકામના.. ખૂબ ખૂબ પ્રેમ.
-કરણ જોહર - જન્મદિવસની શુભેચ્છા અનુષ્કા શર્મા. અત્યાર સુધીનુ સર્વશ્રેષ્ઠ વર્ષ રહે. ખૂબ ખૂબ પ્રેમ.
તે જોયા અખ્તરની 'દિલ ધડકને દો' માં પણ જોવા મળશે. તેમા તેની સાથે પ્રિયંકા ચોપડા, ફરહાન અખ્તર, અનિલ કપૂર અને શેફાલી શાહ પણ છે. ફિલ્મ પાંચ જૂનના રોજ રજૂ થશે.