દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંથી એક એશ્વર્યા રાય બચ્ચન 70માં કાન ફિલ્મ સમારોહમાં જ્યારે રેડ કાર્પેટ પર આવી તો દરેક નજર તેના જ તરફ ફરી ગઈ. આ 15મું વર્ષ છે જ્યારે એશ્વર્યા કાન પહોંચી છે. આટલા વર્ષોમાં રેડ કાર્પેટ પર એશ્વર્યાના ડ્રેસિમ્ગ સ્ટાઈલનુ સફર ઘણુ ઉતાર-ચઢાવ ભર્યુ રહ્યુ છે. સોશિયલ મીડિયા પર પણ એશ્વર્યા રાયની ડ્રેસ અને સુંદરતાની ચર્ચા થઈ રહી છે. કોઈએ સિડ્રેલા તો કોઈએ એશ્વર્યાને બાર્બી ગર્લ કહ્યુ.
@zindagichistના ટ્વિટર એકાઉંટ પર લખવામાં આવ્યુ છે, "કાનમાં અત્યાર સુધીની એશ્વર્યાની સૌથી સુંદર ડ્રેસ. ભારતીય સિડ્રેલા." જ્યારે કે ફિલ્મફેયરના ટ્વિટર હૈડલ પરથી એશ્વર્યાની તસ્વીર પોસ્ટ કરવામાં અવી અને તેના વખાણ કરવામાં આવ્યા.
ટ્વિટર ઉપરાંત ઈંસ્ટાગ્રામ પર પણ એશ્વર્યા રાય બચ્ચ્નના ડ્રેસની ચર્ચા થઈ રહી છે.
ઈંસ્ટાગ્રામ પર સેલીબ્રિટી સ્ટાઈલિસ્ટથી લઈને ડિઝાઈનર સુધી એશ્વર્યાના ડ્રેસના વખાણ કરી રહ્યા છે.