પાયલ ઘોષ મામલે અનુરાગ કશ્યપની વધી મુશ્કેલીઓ, યૌન શોષણના આરોપમાં મુંબઈ પોલીસે જલ્દી મોકલશે સમન

મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (14:06 IST)
યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલ અનુરાગ કશ્યપની મુશ્કેલી વધવાની છે. અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણના આરોપમાં કેસ નોંધ્યો છે. પાયલ સતત તેની ધરપકડની માંગ કરી રહી હતી. હવે મુંબઈ પોલીસ જલ્દી જ પૂછપરછ માટે અનુરાગ કશ્યપને સમન મોકલશે. 
 
પાયલ ઘોષને લડાઈમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે અવાજ ઉઠાવી રહ્યા છે. અઠાવલેએ મુંબઈ પોલીસને અનુરાગ કશ્યપની ધરપકડની માંગ કરી છે. તેમણે કહ્યુ કે જો મુંબઈ પોલીસ જલ્દી અનુરાગ કશ્યપની ધરપકડ નહી કરે તો તેઓ ધરણા પર બેસશે.  
આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે પોલીસ અનુરાગ કશ્યપને સમન મોકલશે અને તેમની પૂછપરછ કરશે. પાયલ ઘોષ અનેક દિવસોથી ન્યાયની માંગ કરી રહી હતી. પાયલ ઘોષે ચેતાવણી આપતા કહ્યુ હતુ કે જો તેને ન્યાય નહી મળે તો તે ભૂખ હડતાળ પર બેસશે. તેમણે પોલીસ પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે હજુ સુધી નિર્દેશકની ધરપકડ કેમ થઈ નથી. 
 
ઉલ્લેખનીય છે કે પાયલ ઘોષે 19 સપ્ટેમ્બરના રોજ ટ્વીટ કરી અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લાગાવ્યો. તેમણે પીએમ મોદી પાસે ન્યાયની માંગણી કરી હતી. પાયલ ઘોષે કહ્યુ હતુ કે પહેલા હુ મારા મેનેજર સાથે તેમને (અનુરાગ કશ્યપ)ને મળી. પછી હુ તેમના ઘરે જઈને તેમને મળી.  તેમણે મારી સાથે ખૂબ સારી રીતે મુલાકાત કરી હતી.  તેમનો વ્યવ્હાર જોઈને મને ખૂબ સારુ લાગ્યુ હતુ. પણ જ્યારે બીજા દિવસે તેમને મને પોતાના ઘરે બોલાવી તો મારી સાથે જે થયુ તે સારુ ન થયુ. તેના જ વિશે મે વાત કરી. 
 
પાયલના આરોપોને અનુરાગ કશ્યપે રદ્દ કરી દીધો.  તેમનો ટ્વીટ કરતા પોતાની વાત રાખી હતી. તેમણે લખ્યુ હતુ, શુ વાત છે, આટલો સમય લઈ લીધો મને ચૂપ કરવાની કોશિશમાં. ચાલો કોઈ નહી. મને ચૂપ કરાવતા કરાવતા આટલુ ખોટુ બોલી ગયા કે સ્ત્રી થઈને બીજી સ્ત્રીઓને પણ સાથે ઘસેટી લીધી. થોડી તો મર્યાદા રાખો મેડમ. બસ એક જ વાત કહીશ કે જે આરોપ છે તે બધા બેબુનિયાદ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર