અદનાન સામીને મળી શકે છે ભારતીય નાગરિકતા ?

શનિવાર, 24 ઑક્ટોબર 2015 (14:05 IST)
સમાચાર મુજબ પાકિસ્તાની ગાયક અદનન સામીને ભારતીય નાગરિકતા મળી શકે છે. સામી છેલ્લા 15 વર્ષથી ભારતમાં રહે છે અને નાગરિકતા માટે બે વાર આવેદન કરી ચુક્યા છે. બીબીસીએ જ્યારે તાજા સમાચાર વિશે અદનાનને પૂછ્યુ તો તેઓ બોલ્યા, "જુઓ હાલ એવી કોઈ સૂચના નથી અને કોઈ સમાચાર હશે તો હુ તમને જરૂર જણાવીશ" 
 
પહેલીવાર અરજી રદ્દ થયા પછી માર્ચ 2015માં અદનાને બીજીવાર ભારતીય નાગરિકતા માટે અપીલ કરી હતી. ઓગસ્ટ 2015માં તેમના વર્ક વીઝાના ખતમ થયા પછી પણ ભારતે તેમને અનિશ્ચિતકાળ સુધી અહી રહેવાની મંજુરી આપી દીધી હતી. 
 
ત્યારે તેમણે કહ્યુ હતુ, "હુ આશા કરી રહ્યો છુ કે સરકાર મારી અપીલ પર જલ્દી સુનાવણી કરશે અને હુ સકારાત્મક છુ."તેમણે વધુમાં કહ્યુ કે "તેઓ અહી ખૂબ જ ખુશ છે અને પ્રેમથી રહે છે. આ હકીકત છે કે ભારતમાં મને ક્યારેય કોઈ પરેશાની નથી થઈ અને વિરોધ નહી પ્રેમ જ મળ્યો છે." 
 
ભારતીય નાગરિકતા અધિનિયમ હેઠળ કોઈ વિદેશીને વિજ્ઞાન, દર્શન, કલા, સાહિત્ય, વિશ્વશાંતિ અને માનવ પ્રગતિના  ક્ષેત્રોમાં અસાધારણ સેવા આપવા પર નાગરિકતા આપી શકાય છે અને અદનાન સંગીત ક્ષેત્રમાં ઘણા સમયથી ભારતમાં રહીને કામ કરી રહ્યા છે. 
 
તેમનુ અંતિમ ગીત 'ભર દો ઝોલી' ફિલ્મ બજરંગી ભાઈજાનમાં હતુ અને ખૂબ લોકપ્રિય થયુ હતુ. 
 
બીજી બાજુ શિવસેના પ્રવક્તા મનીષા કાયંદેએ બીબીસીને જણાવ્યુ કે આ મુદ્દો આજે જ સામે આવ્યો છે અને અમારા બધા નેતા અને ઉદ્દવ ઠાકરે આ મુદ્દે મીટિંગ કરી રહ્યા છે. 
 
શિવસેના પાકિસ્તાની કલાકારો અને ખેલાડીઓનો વિરોધ કરતી રહી છે.  તેઓ આગળ કહે છે કે અમે શરૂઆતથી જ આનો વિરોધ કરતા આવ્યા છે અને આગળ પણ કરીશુ. પણ પાર્ટી શુ પગલા  ઉઠાવશે એ આગામી આદેશ પછી જ નક્કી થશે.  શિવસેના ભારતમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા અને રહેવાનો વિરોધ કરે છે. 
 
સોશિયલ મીડિયા પર પણ આ સમયે Adnan Sami ટ્રૈંડ કરી રહ્યુ છે. કેટલાક લોકો આ ગાયકની ઘર વાપસે માની રહ્યા છે તો કેટલાક આને હિપોક્રેસી બતાવી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે એક બાજુ એક પાકિસ્તાની કલાકારને ભારતમાં પરફોર્મ કરવુ મુશ્કેલ થઈ જાય છે અને બીજી બાજુ બીજાને નાગરિકતા આપવામાં આવી રહી છે.  

વેબદુનિયા પર વાંચો