રોજ 40 Egg ખાનારા પ્રભાસ Baahubali વિશે Interesting Facts (see vodeo)

શનિવાર, 20 મે 2017 (12:09 IST)
1. સાઉથ ઈન્ડિયાના સુપરસ્ટાર - પ્રભાસે સાઉથમાં અનેક ફિલ્મો કરી છે અને તે સાઉથમાં સુપર સ્ટાર છે. 
 
2. પ્રભાસ-રાજામૌલીની જોડી - પ્રભાસ અને નિર્દેશક રાજામૌલીની જોડીને બ્લોકબસ્ટર જોડી માનવામાં આવે છે.  "બાહુબલી - ધ  બિંગનિંગ"ને જોરદાર સફળતા મળી હતી અને ત્યારબાદથી જ આગામી બાહુબલી ફિલ્મ માટે દર્શકો બેચેન હતા. 

3. 600 દિવસ અને 5 વર્ષની મહેનત - જ્યા અન્ય કલાકાર અનેક ફિલ્મોમાં વ્યસ્ત રહે છે. પ્રભાસ એક સમયમાં ફક્ત એક જ ફિલ્મ કરે છે. 
 
4. સખત વર્કઆઉટ - બાહુબલીમાં પ્રભાસ સારા લાગી રહ્યા છે. આ માટે તેમણે સખત ટ્રેનિંગ અને ડાયેટ ફોલો કર્યો. તેમને ફિલ્મ માટે 22 કિલો વજન વધાર્યુ.  ફિલ્મમાં તેમને ડબલ રોલ ભજવ્યો. એક પાત્ર માટે 82 કિલોથી 87 કિલોના થયા અને ત્યારબાદ બાહુબલી માટે તેમને વજનને 105 કિલો સુધી પહોંચાડ્યુ.  તેમણે રોજ 40 બાફેલા ઈંડા ખાધા અને મિસ્ટર વર્લ્ડ 2010 લક્ષ્મણ રેડ્ડી પાસે ટ્રેનિંગ લીધી. 
 
5. વાંચવાના શોખીન - પ્રભાષ ખૂબ વ્યસ્ત રહે છે પણ પોતાના શોખ માટે સમય કાઢી જ લે  છે. તેઓ વાંચવાના શોખીન છે અને ઘરમાં એક લાઈબ્રેરી બનાવી રાખી છે. 
 
6. સ્પોર્ટ્સના શોખીન - પ્રભાષને રમવાનો ખૂબ શોખ છે. તેમણે પોતાના આંગણમાં એક વોલીબોલ કોર્ટ બનાવી રાખ્યુ છે.  બાહુબલીમં તેઓ એક યોદ્ધા હતા અને તેની તૈયારી માટે તેમને વોલીબૉલ દ્વારા પોતાના રિફલેક્સ સુધાર્યા. તેઓ પોતાના મિત્રો સાથે મોટાભાગે વોલીબોલ રમે છે. કારણ કે તેમનુ માનવુ છે કે તેનાથી તનાવ ઓછો થાય છે. પ્રભાષ ફિટનેસના દિવાના છે અને રૉક ક્લાઈબિંગને સૌથી સારી ટ્રેનિંગ માને છે. 
 
7. શરમાળ - પ્રભાસ સ્વભાવથી શર્મીલા છે અને મીડિયામાં ઓછા જ જોવા મળે છે. આટલા સફળ થયા છતા પણ પ્રભાસ જમીન પર છે અને ખુદને નેશનલ સ્ટાર પણ નથી માનતા. 
 
8. લગ્નના ઓફર - પ્રભાસની લોકપ્રિયતા એટલી છે કે તેમને 6000 થી વધુ લગ્નના ઓફર આવી ચુક્યા છે. પણ તેમણે આ બધા ઠુકરાવ્યા કારણ કે તેઓ ફક્ત બાહુબલી પર જ ધ્યાન આપવા માંગતા હતા. 
9. એક સમયમાં એક જ કામ - બાહુબલીની શૂટિંગ દરમિયાન તેમને 10 કરોડ રૂપિયાની જાહેરાતની ડીલ કરવાની ના પાડી દીધી કારણ કે તે પોતાનો ફોકસ ગુમાવવા માંગતા નહોતા. આ દરમિયાન તેમણે બોલીવુડમાંથી આવેલી ઓફર પણ ઠુકરાવી. 
 
10. પ્રકૃતિ પ્રેમી - પ્રભાસ પ્રકૃતિને ખૂબ પ્રેમ કરે છે અને પક્ષીઓને પિંજરામાં મુકવા પર તેઓ ચિડાય છે.

વેબદુનિયા પર વાંચો