હોટ ફોટો દ્વારા શર્લિન સન્ની લિઓન સાથે સ્પર્ધા કરવા માંગે છે !!

P.R

ટ્વિટર પર પોતાના અમુક હોટ ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા પછી શર્લિન ચોપરા હેડલાઈન્સમાં છવાઈ ગઈ છે.

મોડલમાંથી એક્ટ્રેસ બનેલી શર્લિને 'જીસ્મ 2'ના પોસ્ટર જેવો ન્યૂડ ફોટો પોસ્ટ કર્યો હતો. હવે તે પોતાના ફોલોઅર્સને પૂછી રહી છે કે 'જીસ્મ 2'માં લિડ રોલમાં કોણ વધારે સૂટ થાય છે સન્ની લિઓન કે તે પોતે!

લાગે છે કે શર્લિન પોતાના 'જીસ્મ'નો પૂરો ફાયદો ઉઠાવીને પોર્ન સ્ટારને તગડી ટક્કર આપવા માંગે છે.

લોકોનો પ્રતિભાવ મેળવવા માટે શર્લિને ટ્વિટર પર આ જ વાત ફરીથી લખી, "ઓપિનિયન ટાઈમ! મારી અને મિસ લિઓન વચ્ચે તમારા માટે જીસ્મ 2 સાથે કોણ વધારે ન્યાય કરી શકે, ઉત્તેજક દ્રશ્યો અને સ્ક્રિન પ્રેઝન્સના મતે??"

આજકાલ 'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધક ટ્વિટર પર પોતાના ઉત્તેજક અને ન્યૂડ ફોટો પોસ્ટ કરી રહી છે. તેણે પોતાની ઉત્તેજકતાની પ્રશંસા કરવા બદલ દેશના ઉદાર માનસિકતા ધરાવતા યુવાનોનો આભાર પણ માન્યો હતો.

"જે લોકોએ મારી ઉત્તેજકતા માટે અને સ્ક્રિન પ્રેઝન્સની પ્રશંસા કરી છે તેઓ ખરેખર ઉદાર માનસિકતા ધરાવે છે. થેન્ક્સ યંગિસ્તાન."

વેબદુનિયા પર વાંચો