સલમાન બન્યો પ્રોડ્યુસર્સ માટે નવી આફત !!

P.R
ફિલ્મ 'એક થા ટાઈગર' દ્વારા બોક્સ ઓફિસ પર સલમાને પોતાની લોકપ્રિયતાનો ફરીથી એકવાર પૂરાવો રજૂ કરી દીધો છે. જો કે, હવે સલમાનને લાગી રહ્યું છે કે ફિલ્મને ફાયદો તેના કારણે થયો છે જ્યારે તેનો નફો તો પ્રોડ્યુસર્સ માણી રહ્યા છે. સૂત્રોની વાત માનીએ તો સલમાન આ વાત સહન નથી કરી શકતો અને હવે તેણે એક નવી જ રીત અપનાવી છે. જે અનુસાર, પ્રોડ્યુસર્સે ફિલ્મના પ્રોફિટનો એક ચોક્કસ હિસ્સો આપવો પડશે. આ રીતે સલમાન તેના પ્રોડ્યુસર્સ માટે એક નવી જ આફત બની ગયો છે.

સલમાન ખાનના નવા બિઝનેસ મોડલ અનુસાર કાસ્ટ, ક્રૂ, મ્યુઝિક ડાયરેક્ટર, શૂટ શિડ્યુઅલ, હિરોઈનના કોસ્ટ્યૂમ વગેરેનો ખર્ચો બાદ કર્યા બાદ વધાતા નફામાંથી પ્રોડ્યુસર્સે તેને ચોક્કસ રકમ આપવાની રહેશે.

સૂત્રોનું કહેવું છે કે સલમાનની ફિલ્મો સરેરાશ 150 કરોડનો બિઝનેસ કરી લે છે. જેનો પૂરો ફાયદો પ્રોડ્યુસર્સને જ થાય છે પણ જો સલમાનના આ નવા બિઝનેસ મોડલને અનુસરે તો તેમને પ્રોડક્શન કાસ્ટના લેવલે 15-20 કરોડ જ મળે છે. જેના કારણે પ્રોડ્યુસર્સને ઘણું નુકશાન જવાનું છે.

સલમાનના આ નવા બિઝનેસ મોડલ માટે બધાનો અભિપ્રાય જુદો જુદો છે. ઘણા લોકો માને છે કે સલમાનના આ નિર્ણયને કારણે ઓવર કોન્ફિડન્સના સંકેતો મળી રહ્યા છે. આમ કરીને સલમાન ખાને જોખમ લીધું છે. આના કારણે તેની ફિલ્મો પણ અસર પડી શકે છે અને તેને નુકશાન પણ થઈ શકે છે.

તો આ તરફ ટ્રેડ એનાલિસ્ટ અમોદ મહેરાનું કહેવું છે કે તેમને સલમાનનાં આ નવા બિઝનેસ મોડલ વિશે ખબર હતી પણ તેમને નથી લાગતું કે સલમાને કંઈ ખોટું કર્યું છે. જ્યારે શાહરૂખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર આવું કરી ચૂક્યા છે તો સલમાન ખાન શા માટે નહીં. જણાવી દઈએ કે સલમાનની 'વોન્ટેડ', 'દંબગ', 'બોડિગાર્ડ', 'રેડી' અને 'એક થા ટાઈગર' બધી જ ફિલ્મોએ ઓછામાં ઓછા 100-125 કરોડની કમાણી કરી છે.

વેબદુનિયા પર વાંચો