સાજિદનો સ્ત્રી વેશ
સાજિદ ખાનને સ્ત્રીઓનો રોલ ભજવવામાં વધારે મજા આવતી હોય એમ લાગે છે. તેના કારણે તે એક નહી પણ ત્રણ ફિમેલ રોલ પ્લે કરવા જઈ રહ્યો છે. આ ત્રણેય અન્ય કોઈ નહી પણ બોલીવુડ સેલિબ્રિટીઝ કરીના કપૂર, જેનેલિયા ડિસૂઝા, અને તેની બહેન ફરાહ ખાન છે. પોતાની આગામી ફિલ્મ હમશકલના પ્રમોશન માટે તે આમ કરી રહ્યો છે. ઉપરોક્ત ત્રણેય રોલ તે કપિલ શર્માની કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં કરતો દેખાશે. આ રીતે કોઈ વ્યક્તિ પોતાની ફિલ્મનુ ટીવી પર પ્રમોશન કરતુ હોય એવુ પહેલા ક્યારેય જોવામાં આવ્યુ નથી. a