હની સિંહે જણાવ્યું હતું કે તેને મારા ગીતો પસંદ નથી મારા માનવા મુજબ તે મારા ગીતેને નફરત કરે છે.બસ કઈ જણાવતી નથી . મારી પત્નીને રોમાંટિક ગીતો જ પસંદ છે અને હનીએ રોમાંટિક ગીતો ગાયા નથી . પરંતુ મારું એક ગીત તેણી રોજ સાંભળવાનું પસંદ કરે છે. હની સિંહ કહે છે કે બ્રાઉન રંગ ગીત તેને ખૂબ ગમે છે અને મારી પાસે રોજ ગવરાવે છે.
યોયો ફેમે ગુજરાતી ,તમિલ પંજાબી સહિત ઘણી પ્રાદેશિક ભાષાઓમાં ગીત ગાયા છે અને હજુ પણ ગાવાની ઈચ્છા ધરાવે છે. એક અહેવાલ મુજબ હાલમાં તે ગીત ગાવાનો સૌથી વધુ ચાર્જ વસૂલ કરે છે. તેણે મસ્તાન ફિલ્મામાં ગીત ગાવા માટે રૂપિયા 70 લાખ ફી વસૂલી હોવાનું કહેવાય છે. જ્યારે સોનું નિગમ 10-12 લાખ અને મિક આ સિંહ 10 લાખ વસૂલે છે.