મેરી કોમમાં પ્રિંયકાનો અભિનય જોઈને શિલ્પા શેટ્ટી રડી પડી

મંગળવાર, 9 સપ્ટેમ્બર 2014 (17:41 IST)
મુંબઈ 
 
ઓલ્મ્પિક વિજેતા મણિપુરી ગર્લ મેરી કોમના જીવન પરથી બનેલી ફિલ્મ મેરી કોમને દર્શકોનો સારી પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ ફિલ્મ ધીમી પણ મક્કમ પ્રગતિ કરી છે.અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ મેરીકોમના કરેલા રોલને જોઈને શિલ્પા શેટ્ટી થઈને રડી પડી હતી. 
 
શિલ્પાએ ટ્વિટર પર લખ્યું હતું કે હમણા જ મેરી કોમ જોઈ . તમામ કલાકારો સારો અભિનય કર્યો છે . પરંતુ પ્રિયંકા ચોપડા મેદાન મારી ગઈ છે. ઉમંગે ખૂબ સારું કામ કર્યુ છે. મારી આંખો ભરાઈ આવી. જર્રોર જોવા જેવી ફિલ્મ 
 
શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ ટ્વિટ કર્યું હતું કે મેરી કોમની અસલી જીદંગીમાં અસલી સ્ટાર તેનો પતો ઓનલર છે. પરિવારના સાથી તમામને જરૂર હોય છે.  પ્રિયંકા ચોપડા તમે મારી પત્નીને અસલી જીંદગીમાં રડાવી દીધી. 
 
મેરી કોમની ચાર દિવસની કમાણી 30 કરોડ 
 
ભારતીય મહિલા બોકસર મેરીકોમના જીવન પરથી બનેલી ફિલમ મેરીકોમ રિલીઝ થઈ તે જ દિવસે બોક્સ ઓફિસ પર 8-10 કરોડનો વકરો કર્યો હતો. 

વેબદુનિયા પર વાંચો