. બોલીવુડના મહાનાયક અમિતભ બચ્ચનને દિલ્હીમાં રહેનારી એક સ્ત્રી અને તેની પુત્રીએ સુસાઈડ કરવાની ધમકી આપી છે. તેમનુ કહેવુ છે કે જો અમિતાભ બચ્ચન તેમને પોતાના ઘરે નહી લઈ જાય તો તેઓ સુસાઈડ કરી લેશે. બુધવારે અમિતાભ બચ્ચનના સુરક્ષા મેનેજરે જુહુ પોલીસ સ્ટેશનના અધિકારીઓને એક શંકાસ્પદ મહિલા અને તેની સગીર છોકરી વિશે ફરિયાદ કરી.
પોલીસ સતત તેમને સમજાવતી રહી કે તેઓ પોતાના પરિવાર પાસે દિલ્હી જતી રહે પણ તેમણે એક પણ વાત ન સાંભળી. ત્યારબાદ પોલીસવાળાએ મહિલાને અમિતભ બચ્ચનના નામે એક પત્ર લખવાનુ કહ્યુ. પોલીસે મહિલાને વચન આપ્યુ કે તેઓ આ પત્ર અમિતાભ સુધી પહોચાડી દેશે. ત્યારબાદ મહિલા જુહુથી જવા તૈયાર થઈ. માતા અને પુત્રી દાદરના મહિલા હોસ્ટેલમાં રોકાઈ છે.