અમિતાભ બચ્ચન ત્રીજીવાર હ્રદયનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત

બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લતા મંગેશકર તરફથી ત્રીજીવાર હ્રદયનાથ મંગેશકર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા અને તાજેતરમાં જ ફિલ્મકાર સુભાષ ઘઈના હાથે તેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જો કે લતા મંગેશકર જાતે આ એવોર્ડથી અમિતાભ બચ્ચનને સન્માનિત કરવા માંગતા હતા, પણ તબિયત ખરાબ હોવાને કારણે તે અમિતાભને આ પુરસ્કાર ન આપી શક્યા અને તેમના સ્થાન પર સુભાષ ઘઈએ અમિતાભને સન્માનિત કરવા માટે આવવું પડ્યુ. અમિતાભ બચ્ચન આ એગોર્ડ મેળવીને ખૂબ જ ખુશ હતા.
P.R

તેમણે કહ્યુ કે આ શહેરે તેમને ઘણુ બધુ આપ્યુ છે અને તેમને ગર્વ છે કે તેઓ આ શહેરના રહેવાસી છે. અમિતાભ બચ્ચને એવોર્ડ લેતા કહ્યુ, 'મુંબઈએ મને જીવનમાં ઘણુ બધુ આપ્યુ છે. મારી સફળતા, મારો સ્ટારડમ, મારી પત્ની, મારા બાળકો અને હવે મારી નાતિન-પૌત્ર. મને મુંબઈના નાગરિક હોવાનું ગર્વ છે. કારણ આ શહેર મને બધુ આગળ વધીને આપ્યુ છે.' લતાજી વિશે વાત કરતા અમિતાભે કહ્યુ 'લતાજી હંમેશા જ મારા પર મહેરબાન રહ્યા છે. જ્યારે તેમણે પહેલીવાર જયા બચ્ચન માટે ગીત ગાયુ ત્યારે તે અમારા માટે ખૂબ જ આનંદનો દિવસ હતો. આ દુ:ખની વાત છે કે તેઓ પોતાની બીમારીને કારણે આજે અહી હાજર નથી. પણ તેમણે તે છતા પોતાના ન આવી શકવાની વાતને લઈને માફી માંગી છે જે તેમની મહાનતા બતાવે છે. આ પુરસ્કાર મેળવીને હું ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યો છુ.'

આ પુરસ્કાર સમારંભ દરમિયાન એક સંગીત સમારંભનુ પણ આયોજન કરવામાં આવ્યુ. જેમા શાન, સુનિધિ ચૌહાણ, સુદેશ ભોંસલે, મહાલક્ષ્મ, સાધના સરગર અને અન્ય ઘણા સંગીતકારોએ પોતાના જૂના સમયના કેટલાક હિટ ગીતો પર પરફોર્મેંસ આપ્યુ. લતા મંગેશકરનો પરિવાર છેલ્લા 24 વર્ષોથી પંડિત હૃદયનાથ મંગેશકરજીની જયંતીના અવસર પર આ એવોર્ડ સમારંભ મનાવી રહ્યા છે. સૌ પહેલા આ એવોર્ડ લતા મંગેશકર જીને આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજા વર્ષે આ એવોર્ડ આશા ભોંસલે જીને આપવામાં આવ્યો.

વેબદુનિયા પર વાંચો