સત્યમેવ જયતે : લોકસભાએ બાળ યૌન સુરક્ષાનું બીલ પાસ કર્યુ

બુધવાર, 23 મે 2012 (14:52 IST)
P.R
આમિર ખાનનો પહેલો ટીવી શો 'સત્યમેવ જયતે' ખરેખર જાદુઈ છડી સમાન છે. પહેલા એપિસોડમાં સ્ત્રીભૃણ હત્યાના મુદ્દા વિશે વાત કરીને આમિરે લોકોને સફાળા જાગતા કરી દીધા હતાં અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતને ભૃણહત્યા મુદ્દે ડોક્ટરો પર ચાલી રહેલા કોર્ટ કેસોને એકઠા કરીને એક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે વિનંતી કરી હતી. મુખ્ય મંત્રીએ પણ સમજદારી દાખવીને આમિરની આ વિનંતી માન્ય રાખી છે.

ત્યાર બાદ બીજા એપિસોડમાં આમિર ખાને બાળ યૌન શોષણના સંવેદનશીલ મુદ્દાને રજૂ કર્યો હતો. તેણે આ એપિસોડમાં કહ્યુ હતું કે પાર્લામેન્ટમાં બાળ યૌન શોષણને લગતું એક બીલ પેન્ડિંગ પડ્યુ છે. શોના અંતે તેણે દર્શકોને વિનંતી કરી હતી કે તેઓ આમિરને સમર્થન આપે જેથી તે સરકારને લખી રહેલા પત્ર દ્વારા આ બિલ પાસ કરવા માટે દબાણ ઊભુ કરી શકે. હવે, લોકસભાએ આ બિલ પાસ કરી દીધું છે.

આમિરે પોતાના ટ્વિટર પર આ સારા સમાચાર વહેચતા લખ્યુ હતું કે, "ગ્રેટ ન્યૂઝ! લોક સભાએ આજે 'જાતીય હુમલા સામે બાળકોના રક્ષણ માટેનું બિલ' પાસ કરી દીધુ છે. અવિશ્વનીય. સુપર ન્યૂઝ!"

આમિરની મહેનત રંગ લાવી રહી છે....આ માટે આમિર અને ટીમને શુભેચ્છા...

વેબદુનિયા પર વાંચો