'સ્વયંની રેખાને લંબાવો, બીજાની ટૂંકી ન કરો’

ભાષા

બુધવાર, 17 ફેબ્રુઆરી 2010 (16:29 IST)
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં નિતિન ગડકરીએ વરિષ્ઠ નેતાઓના કાન આમળવામાં પણ કોઈ કસર છોડી નથી. પક્ષના કેટલાક વરિષ્ઠ નેતા ગડકરીના માર્ગમાં વિઘ્ન નાખતા હોય આવા નેતાઓને સલાહ આપતા ગડકરીએ કહ્યું, સ્વયંની રેખાને લાંબી કરો, બીજાઓની ટૂકી કરવામાં નુકસાન જ નુકસાન છે.'

કાર્યકારિણી બેઠકમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, નિવર્તમાન અધ્યક્ષ રાજનાથસિંહ સહિત અનેક ગણમાન્ય નેતા ઉપસ્થિત હતાં. ગડકરીએ પોતાના ભાષણમાં કહ્યું કે, ભાજપમાં હવે નવુ રાજ આવ્યું છે તેમણે આ મુદ્દે વરિષ્ઠ નેતાઓને સાવચેત પણ કર્યાં.

આદર અને સન્માન માંગવાથી મળતા નથી, તેને કમાવવા પડે છે. તેને ધ્યાનમાં રાખીને જ સ્વયંનુ આરચણ હોવું જોઈએ એવો આદેશ તેમણે આપ્યો. જેના માટે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની કવિતાનો અમુક અંશ પણ સંભળાવ્યો. જેમાં વાજપેયી કહે છે કે, ' નાનકડા કાર્યથી કોઈ મોટુ થતું નથી, અધુરા મનથી કોઈ મોટું થતું નથી' વાજપેયીજીની કવિતાના માધ્યમથી ગડકરીએ પક્ષના અસંતુષ્ટ નેતાઓ પર નિશાન સાધ્યું.

આ ઉપરાંત તેમણે પક્ષ પર નારાજ લોકોને પણ આડે હાથ લીધા. સામાન્ય કાર્યકર્તાઓને પક્ષથી કોઈ અપેક્ષા હોતી નથી એટલા માટે વિરોધનો વાવટો ફરકતો નથી પરંતુ પક્ષ જેને ઘણુ બધુ આપે છે, એ જ લોકો પક્ષ માટે સમસ્યાનું નિર્માણ કરે છે એવું કહીને તેમણે પક્ષના કેતલાક અસંતુષ્ટ નેતાઓ પર નિશાન સાધ્યું.

વેબદુનિયા પર વાંચો