ભાજપની કાર્યકારિણીમાં મોદીનો દબદબો

N.D
મધ્યપ્રદેશના ઈંદૌર શહેર ખાતે તારીખ 17 થી 19 સુધી યોજાઈ રહેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા તથા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ પધાર્યા છે. મીડિયાનો ફોક્સ આ વખતે પણ મોદી પર પડી રહ્યો છે.

મધ્ય પ્રદેશ સરકારની અંત્યોદય પ્રદર્શની જોયા બાદ મોદી મીડિયા સામે આવ્યાં જરૂર પરંતુ કંઈ બોલ્યાં નહીં. ઉંચા અવાજમાં તેમણે પોતાના 'મિત્ર' એવું કહીને મીડિયાને બોલાવ્યું પરંતુ તેમણે કોઈ ઔપચારિક વાત ન કરી. બાદમાં પત્રકાર પરિષદમાં બોલશે એવું વચન તેમણે આપ્યું.
લાલકૃષ્ણ અડવાણી બાદ ભાજપના કદ્દાવર અને કરિશ્માઈ નેતાઓમાં માત્ર મોદી જ છે. આ કારણે કદાચ કાર્યકર્તા, પદાધિકારી અને તેમના ચાહનારા લોકોની ભીડ તેમની આસપાસ જોવા મળી રહી છે. મોદી અને મીડિયાની દોસ્તી અહીં પણ જોવા મળી. પત્રકાર તેમની સાથે વાતચીત કરવા માટે ઉત્સુક હતાં પરંતુ તે કંઈ બોલ્યાં નહીં પરંતુ અન્ય નેતાઓની તુલનામાં તેમનો ફોટો ખેંચવા માટે બહોળા પ્રમાણમાં ટોળુ એકત્ર થયું હતું.

અધિવેશનના કાર્યકાળમાં મોદી પણ છવાયેલા રહેશે એવો તેમનો અંદાજ જોઈને લાગી રહ્યું હતું.

વેબદુનિયા પર વાંચો