મોંઘવારી મુદ્દે ભાજપ હવે આક્રમક થતી નજરે ચડી રહી છે. મોંઘવારીનું સંકટ આસમાની નહીં પરંતુ સુલતાની (માનવ નિયંત્રિત) છે. એવું કહીને ભાજપે આજે મોંઘવારી વિરુદ્ધ આંદોલન કરવાની જાહેરાત કરી. આ આંદોલનની જાહેરાત રાષ્ટ્રીય અધિવેશનના સમાપન દિવસે કરવામાં આવશે. ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં આ વાત કહી.
કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં વધેલા વસ્તુઓના ભાવ ફોરવર્ડ ટ્રેડીંગના માધ્યમથી વધારવામાં આવ્યાં છે એવો આરોપ મૂકતા જાવડેકરે કહ્યું, અનાજના ભાવો વધારવામાં આવ્યાં છે. આ માધ્યમથી ચાલીસ હજાર કરોડનો નફો કમાવવામાં આવ્યો છે. ખાંડમાં તો મોટુ કૌભાંડ થયું છે. બાર રૂપિયા કિલોના ભાવે 48 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી પરંતુ 9 મહિના બાદ જ આ ખાંડ 30 રૂપિયા કિલોથી આયાત કરવામાં આવી. જાહેરાત અધિવેશન સમાપનના દિવસે કરવામાં આવશે, એવું પણ તેમણે કહ્યું.
ભાજપાના બંધારણમાં સંશોધન
ભાજપાની સંઘટનાત્મક ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે બંધારણમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ છે. જે અંતર્ગત સભ્યો અને પદાધિકારી સંખ્યા વધારવાની જોગવાઈ કરવામાં આવશે.