તારીખ 20ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 2 રહેશે. અગિયારની સંખ્યા પરસ્પર મળીને બે થાય છે. આ રીતે તમારો મૂલાંક 2 રહેશે આ મૂલાંકને ચંદ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનુ કારક હોય છે. તમે વધુ પડતા લાગણીશીલ છો. તમે સ્વભાવથી શંકાળુ પણ રહો છો. બીજાના દુખ-દર્દથી તમે જલ્દી પરેશાન થાવ છો.. એ તમારી કમજોરી છે.
શુભ તારીખ : 2, 11, 20, 29
શુભ અંક : 2, 11, 20, 29, 56, 65, 92
શુભ વર્ષ : 2027, 2029, 2036
ઈષ્ટ દેવ : ભગવાન શિવ-બટૂક ભૈરવ
કેવુ રહેશે આ વર્ષ
મૂલાંક 2નો સ્વામી ચંદ્ર છે. અને વર્ષનો સ્વામી બુધ છે. અને આ બંને વચ્ચે શત્રુતા છે. આ વર્ષ ખૂબ સમજદારીથી ચાલવુ પડશે. લેખન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે. જોયા વગર કોઈ પણ કાગળ પર હસ્તાક્ષર ન કરો. કોઈ નવીન કાર્ય યોજનાઓની શરૂઆત કરતા પહેલા મોટાની સલાહ લો. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઠીક ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર બોલચાલથી જ ઉકેલો. દખલગીરી કરવી યોગ્ય નથી.