19 સપ્ટેમ્બરના રોજ બિહારના પશ્ચિમી ચંપારણમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રેલી થવાની છે. પહેલા સમાચાર આવ્યા હતા કે આ કાર્યક્રમમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, મુખ્યમંત્રી નીતીશ કુમાર અને આરજેડી લાલૂ પ્રસાદ યાદવ ત્રણેય એકસાથે હાજર રહેશે. પણ હવે એ જાણ થઈ છે કે કાર્યક્રમમાં રાહુલ સાથે નીતીશ કુમાર તો રહેશે પણ લાલૂ પ્રસાદ તેમા નથી જઈ રહ્યા. જો કે આરજેડી તરફથી લાલૂના સ્થાન પર તેમના પુત્ર તેજસ્વી યાદવ રેલીમાં ભાગ લેશે.