બિહારનુ પરિણામ મોદીને બદલી નાખશે

શુક્રવાર, 6 નવેમ્બર 2015 (18:25 IST)
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ આઠ નવેમ્બરના રોજ જાહેર થશે. આ ચૂંટ્ણીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાખ મપાઈ જશે. આ ચૂંટણીઓમાં ભાજપાની જીત થઈ તો મોદીની કાર્યપદ્ધતિ કેવી રીતે બદલાશે અને જો ભાજપાને હાર મળી તો પાર્ટીમાં તેમનો રૂઆબ કેવો રહેશે.  
 
બિહારમાં જો ભાજપા જીતી તો રાજનીતિ પર આ અસર પડશે કે દેશની રાજનેતિ એકતરફી થઈ જશે. મોદીની રાજનીતિક શક્તિ વધુ વધી જશે.  આ જુદી વાત છે કે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવા માંગશે. પોતાના કામને અને લોકતાંત્રિક બનાવવામાં કરશે કે કંઈક બીજુ.  
 
રાજનીતિનુ સ્વરૂપ આ દ્રષ્ટિએ જુદુ હશે કે મોદીની ભાજપા પર, એનડીએ પર અને સંઘ પર પકડ વધુ મજબૂત થઈ જશે. મતલબ એ છે કે ભાજપા અને એનડીએ પોતાના રાજનીતિક એજંડાને વધુ આત્મવિશ્વાસ અને શક્તિ સાથે લાગૂ કરવાની સ્થિતિમાં હશે. તેમને માટે પડકારો લાંબા સમય સુધી ઓછા થઈ જશે. 
 
ઉલ્લેખનીય છે કે બિહારની ચૂંટણી દેશની પસંદ જાણવાના નામ પર છે કે છેલ્લા દોઢ વર્ષથી મોદીની સ્વીકાર્યતા કેટલી મજબૂત થઈ છે. જો બિહારમાં મોદી જીતે છે તો અસમ, ઉત્તર પ્રદેશ પંજાબ બંગાળમાં થનારી ચૂંટણીઓમાં તેની સ્પષ્ટ અસર જોવા મળશે. 
 
સૌથી મોટી અસર એ હશે કે ભાજપાના પક્ષમાં નવા સમીકરણ બનશે. એનડીએના ઘટક દળો પર મોદીની પકડ વધુ મજબૂત થશે. બિહારના ચૂંટણી દેશના રાજનીતિક એજંડા પણ નક્કી કરવાના છે. આરએસએસના દ્રષ્ટિકોણ પણ ચૂંટણી પરિણામોથી પ્રભાવિત થશે. 
 
ઉદાહરણ માટે અનામત મુદ્દા પર મોદીના એજંડાને સંઘે સ્વીકાર કરવુ પડી શકે છે. ચૂંટણી પહેલા સંઘે અનામત નીતિની સમીક્ષા કરવાની માંગ કરી હતી.  જ્યારે કે પછી મોદીએ ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે તેમના જીવતા જીવત અનામત નહી હટે. જો બિહારમાં ભાજપા જીતી તો મોદી અને મોદીના નિકટ રહેનારાઓની જીત થશે. 
 
જો ભાજપા હારી તો 
ભાજપાની સ્થિતિ કમજોર નહી થાય. જ્યા સુધી પાર્ટીની વાત છે તો તેનાથી ભાજપા મજબૂત જ હશે. પાર્ટીને પોતાની અંદર વિચાર કરવાની તક મળશે. આ પાર્ટીને વધુ વિનમ્ર અને લોકતાંત્રિક બનાવશે.  પાર્ટીની દેશ અને દુનિયામાં સ્વીકાર્યતાને એક નવા રીતથી પ્રભાવિત કરશે. એ તમામ લોક્કો જેમને કારણે પાર્ટીની છબિ અસહિષ્ણુના રૂપમાં બની છે તે કમજોર પડશે. 
 
જ્યારે હાર માટે માથા પર ઠીકરા ફોડનારાઓની શોધ થશે ત્યારે તેઓ પણ સામે હશે. બંગાળ, અસમ, ઉડીસા ઉત્તર પ્રદેશ ની ચૂંટણીમાં આની જોરદાર અસર જોવા મળશે.  મોદીના કાર્યમાં પરિવર્તનની શક્યતા બિહારના ચૂંટણી નાખી શકશે તો મોદી અને તેમના નિકટના લોકો પર દબાણ બનશે. 

વેબદુનિયા પર વાંચો